IPL 2021: RCB પાસે એકલા હાથ મેચ જીતાડી શકનારો ખેલાડી એબી ડી વિલિયર્સ છે, ખાલી ટાઈટલ હાથમાં નથી આવતું

|

Apr 01, 2021 | 6:35 AM

ક્રિકેટમાં જેને 360 ડીગ્રીના બેટ્સમેન થી ઓળખવામાં આવે છે, તે એબી ડી વિલિયર્સ (AB de Villiers) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (AB de Villiers) નો હિસ્સો છે. તે મેદાનના કોઇ પણ ખૂણે બોલને મોકલવા માટે જાણીતો બેટ્સમેન છે.

IPL 2021: RCB પાસે એકલા હાથ મેચ જીતાડી શકનારો ખેલાડી એબી ડી વિલિયર્સ છે, ખાલી ટાઈટલ હાથમાં નથી આવતું
AB de Villiers

Follow us on

ક્રિકેટમાં જેને 360 ડીગ્રીના બેટ્સમેનથી ઓળખવામાં આવે છે, તે એબી ડી વિલિયર્સ (AB de Villiers) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (AB de Villiers) નો હિસ્સો છે. તે મેદાનના કોઇ પણ ખૂણે બોલને મોકલવા માટે જાણીતો બેટ્સમેન છે. તેની બેટીગને જોવી જ નહિ પણ માણવાની ચાહકોને મજ્જા આવતી હોય છે. જોકે તેની આ મજેદાર બેટીંગ ત્યાં સુધી બેંગ્લોરના મતે અધુરી છે, જ્યાં લગી ટીમ ટાઇટલ મેળવવામાં સફળ ના રહે.

વિરાટ કોહલી (Virat Kohli) ની વિરાટ ગણાતી ટીમ RCB અત્યાર સુધી હોટ ફેવરીટ સુધી જ સિમિત સુધી જ રહી છે, ટાઇટલ મેળવવુ તેને માટે હજુય સપનુ છે. એબી ડી વિલિયર્સ જેવા ધુંઆધાર બેટ્સમેન RCB પાસે હોવા છતાં ભાગ્ય ફળ્યુ નથી. દક્ષિણ આફ્રિકા (South Africa) ના આ ખેલાડીની આમ તો ક્રિકેટના મેદાન પર ધાક છે. તે હાર્ડ હીટીંગ અને ફીલ્ડીંગ માટે તે જાણીતો છે.

એબી નુ પુરુ નામ અબ્રાહમ બેન્જામીન ડી વિલિયર્સ છે. ડી વિલિયર્સ આમ તો પોતાના એકલા હાથે મેચને જીતાડી આપવાનો દમ ધરાવે છે, તે ક્લાસીકલ સ્ટ્રોક્સ લગાવી જાણે છે. તેણે આરસીબીની ટીમ માટે અનેક ધ્યાન ખેંચનારી આકર્ષક ઇનીંગ રમી છે 2012 માં તેણે ડેલ સ્ટેનની સામે રમેલી રમત યાદગાર હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આઇપીએલની શરુઆત થી જ તે લીગ સાથે જોડાયેલો છે. એટલે કે આઇપીએલની પ્રથમ સિઝન થી જ તે ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. શરુઆતમાં તેણે દિલ્હી ડેયરવિલ્સ સાથે જોડાયો હતો. બાદ તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ ખરીદ કર્યો હતો. આરસીબીએ તેને જે માટે તેને પોતાની સાથે સમાવ્યો હતો તે પ્રમાણેની તે બેટીંગ દર્શાવી ચુક્યો છે. તે ખાસ કરીને ડેથ ઓવરમાં સ્કોર બોર્ડને ફરતુ રાખવામાં સફળ રહ્યો છે. ઼

ભાગીદારી રમતમાં પણ અવ્વલ
વિરાટ કોહલી સાથે એબી એ 100 રન થી વધુ ની ભાગીદારીની રમત આરસીબી માટે પાંચ વાર રમી છે. જ્યારે બે વખત 200 રન થી વધુની ભાગીદારી રમત બંને વચ્ચે રમાઇ છે. આ બંનેની જોડીએ 687 રન 2016ની સિઝન દરમ્યાન બનાવ્યા હતા.

એબી ના જીવનમાં તાજમહેલ અનોખો સાક્ષી રહ્યો
ડિવિલિયર્સ એ તેની ગર્લફ્રેન્ડ ડેનિયલ સ્વેર્ટ ને ખૂબ પ્રેમ કરતો હતો. તે તેની સાથે લગ્ન જીવન માંડવા ઇચ્છતો હતો. આ માટે તેણે વર્ષ 2012માં તેની ગર્લફ્રેન્ડને લઇને ભારત પ્રવાસે આવી પહોંચ્યો હતો અને આગ્રાના પ્રસિદ્ધ તાજમહેલ લઇ ગયો હતો. તાજમહેલ સમક્ષ એબી એ તેની ગર્લફેન્ડને પ્રપોઝ કર્યુ હતુ. એબી તેને પાંચ વર્ષ થી ડેટ કરી રહ્યો હતો પ્રપોઝ બાદ બંને એ વર્ષ 2013 ના માર્ચ માસમાં લગ્ન કરી લીધા હતા. બંને ને હાલ બે પુત્ર અને એક પુત્રી છે.

બેટીંગ અને ફીલ્ડીંગ
તમામ સિઝનમાં સતત રમતા એબી એ 169 મેચમાં રમી ચુક્યો છે. જેમાં તેણે 4849 રન ફટકાર્યા છે. વર્ષ 2016માં સૌથી વધુ 687 રન ફટકાર્યા છે. તેનો સૌથી હાઇએસ્ટ સ્કોર 133 રન અણનમનો નોંધાયેલો છે. તે 151.91ના સ્ટ્રાઇક રેટ થી રમત ધરાવે છે. જ્યારે 40.40 ની બેટીંગ એવરેજ ધરાવે છે. એબીએ 390 ચોગ્ગા અને 235 છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત ફિલ્ડીંગમાં એબીએ 103 કેચ ઝડપ્યા છે. જ્યારે વિકેટકીપીંગ દરમ્યાન 8 સ્ટંપીંગ પણ કર્યા છે.

શતક અને અને અર્ધશતક
આ ધુંઆધાર બેટ્સમેન પોતાના નામે આઇપીએલમાં 3 શતક લગાવી ચુક્યો છે. આ ત્રણેય શતક તેણે નોટ આઉટ કર્યા છે. જોકે છેલ્લી ચાર સિઝન થી તે એક પણ શતક લગાવી શક્યો નથી. એબીએ 38 ફીફટી લગાવી છે. જેમાં સૌથી વધુ ફીફટી 2016 અને 2018માં 6-6 લગાવી છે. આ ઉપરાંત 2019 અને 2020માં તેણે 5-5 ફીફટી લગાવી છે. 2010 માં તે એક પણ અર્ધ શતક લગાવી શક્યો નથી.

Next Article