IPL 2021: ટુર્નામેન્ટમાં 6 હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન થયો આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી

|

Apr 23, 2021 | 11:56 AM

આઇપીએલ 2021 માં રાજસ્થાન સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના દેવદત્ત પડિપક્કલ (Devdutt Padikkal) ના આકર્ષક શતક અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની શાનદાર ઇનીંગ રહી હતી. બંનેની

IPL 2021: ટુર્નામેન્ટમાં 6 હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન થયો આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી
RCB captain Virat Kohli

Follow us on

આઇપીએલ 2021 માં રાજસ્થાન સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના દેવદત્ત પડિપક્કલ (Devdutt Padikkal) ના આકર્ષક શતક અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની શાનદાર ઇનીંગ રહી હતી. બંનેની રમતને લઇને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને RCB એ 10 વિકેટ થી હાર આપી હતી. આ સાથે જ આરસીબીએ લગાતાર ચોથી જીત મેળવી હતી. વિરાટ એ આ મેચમાં શતક ફટકારનારા પડિક્કલને સારો સાથ પૂરો પાડ્યો હતો. તેણે 72 રનની ઇનીંગ રમી હતી. જેમા તેણે ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા લગાવ્યા હતા. પોતાની આ ઇનીંગમાં વિરાટ કોહલીએ આઇપીએલ ટુર્નામેન્ટમાં 6 હજાર રન પૂરા કરનારો પહેલો ક્રિકેટ બની ગયો હતો.

કોહલીએ આરસીબી ની ઇનીંગની પ્રથમ ઓવરમાં લેગ સ્પિનર શ્રેયસ ગોપાલના બોલ પર છગ્ગો લગાવીને તેના મિજાજને દર્શાવ્યો હતો. તેણે પડિક્કલ ની આક્રમકમ રમતમાં સાથ પુરાવતા વચ્ચે વચ્ચે શોટ લગાવ્યા હતા. જોકે અંતમા તેણે પોતાની રમતને એકદમ ઝડપી બનાવીને આક્રમક કરી હતી. કોહલીએ તેની ઇનીંગ દરમ્યાન 47 બોલનો સામનો કર્યો હતો.

પડિક્કલર અને કોહલી વચ્ચે પ્રથમ વિકેટ માટે 181 રનની પાર્ટનરશીપ રહી હતી. જે શરુઆત થી જીતના લક્ષ્ય સુધી રહીને અણનમ રહી હતી. ટીમ એ 16.3 ઓવરમાં જ 181 રન બનાવી લઇને જીત નોંધાવી હતી. આમ આરસીબી એ ચાર મેચમાં જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોપર બની ગઇ છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

મેચમાં શતક લગાવનારા પડિક્કલનો આ આઇપીએલ માં પ્રથમ શતક છે. જેના માટે તેણે 52 બોલનો સામનો કર્યો હતો. જેમાં 11 ચોગ્ગા અને છ છગ્ગા લગાવ્યા હતા. આઇપીએલ માં શતક લગાવનારો તે ત્રીજો યુવાન બેટ્સમેન છે. જોકે લક્ષ્યનો પિછો કરતા તે આમ કરનારો સૌથી યુવાન ખેલાડી છે. આ પ્રદર્શન માટે આ 20 વર્ષિય ખેલાડીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આરસીબી માટે 14 શતક હતુ. જે કોઇ પણ આઇપીએલ ફેન્ચાઇઝી માટે સૌથી વધારે શતક આંક છે.

Next Article