IPL 2021: પાંચ જ સ્થળો પસંદ કરવાને લઇને રાજસ્થાન, પંજાબ અને હૈદરાબાદને વાંધો, BCCI ને અસહમતી દર્શાવી

|

Mar 01, 2021 | 12:11 PM

BCCI એ આમ તો મુંબઇમાં IPL ની આગામી સિઝનના લીગ સ્ટેજનુંં આયોજન કરવાની વિચારણા કરી હતી. હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં વકરતા જતા કોરોનાને લઇને મુંબઇ (Mumbai) ને બદલે દેશમાં જ પાંચથી છ સ્થળો પર આયોજન કરવાને લઇને આયોજનની ચર્ચા શરુ થઇ હતી.

IPL 2021: પાંચ જ સ્થળો પસંદ કરવાને લઇને રાજસ્થાન, પંજાબ અને હૈદરાબાદને વાંધો, BCCI ને અસહમતી દર્શાવી
IPL 2021

Follow us on

BCCI એ આમ તો મુંબઇમાં IPL ની આગામી સિઝનના લીગ સ્ટેજનુંં આયોજન કરવાની વિચારણા કરી હતી. હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં વકરતા જતા કોરોનાને લઇને મુંબઇ (Mumbai) ને બદલે દેશમાં જ પાંચથી છ સ્થળો પર આયોજન કરવાને લઇને આયોજનની ચર્ચા શરુ થઇ હતી. જેમાં ચેન્નાઇ, બેંગ્લુરુ, કોલકતા, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોને ધ્યાન પર લેવામાં આવ્યા હતા. જ્યારે મુંબઇને વિકલ્પના ધોરણે રાખવામાં આવ્યુ હતુંં. જોકે આ દરમ્યાન હવે IPL ની ત્રણ ફેન્ચાઇઝી દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાની જાણકારી સામે આવી છે.

BCCIના જ સુત્રો દ્વારા મળેલી જાણકારી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals), પંજાબ કિંગ્સ (Punjab Kings) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) જેવી ફેન્ચાઇઝીઓ દ્વારા વિચારણા હેઠળના આયોજનને લઇને અસહમતી દર્શાવી છે. તેમનુંં માનવુંં છે તે BCCI ના આ નિર્ણયને લઇને તેમને ખૂબ નુકશાન વેઠવુ પડશે. જે માટે તેમણે કેટલાક કારણો ગણાવ્યા છે. જેમાં અમદાવાદને પસંદ કરવાને લઇને પરોક્ષ રીતે અસહમતી દર્શાવી છે. તેમનુંં કહેવુ છે કે, તેમને એક તો ઘરેલુ સ્થિતીનો કોઇ જ ફાયદો નહી મળે. બીજુ એવા કેટલાક મેદાન પસંદ કરાઇ રહ્યા છે કે તેમની કોઇ ફેન્ચાઇઝીનુંં હોમગ્રાઉન્ડ પણ નથી. BCCI ના આ નિર્ણયથી સિધો જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઇ ઇન્ડીયન્સ (MI) ને થશે એમ માનવુંં છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

તો આ દરમ્યાન હૈદરાબાદ (Hyderabad) માં મેચ યોજવાને લઇને મુખ્ય પ્રધાનના પુત્ર કે.ટી. રામારાવ (KT Rama Rao) ની ટ્વીટ પણ આ દિવસોમાં ચર્ચામાં રહી છે. તેમણે પણ લખ્યુ છે કે, BCCI અને આઇપીએલ મેનેજમેન્ટને અપિલ છે કે, આગામી આઇપીએલ 2021 માટે વેન્યુમાં હૈદરાબાદને પણ જોડવામાં આવે. હૈદરાબાદમાં કોરોનાનુંં પ્રમાણ ખુબ જ ઓછુ જોવા મળી રહ્યુ છે.

Next Article