IPL 2021: સતત જીત મેળવી રહેલા બેંગ્લોર સામે આજે પંજાબની ટકકર પડકારજનક, વિરાટ સેના ફોર્મમાં

|

Apr 30, 2021 | 12:49 PM

આઇપીએલ 2021 ની સિઝનમાં સતત કંગાળ પ્રદર્શન બાદ હવે પંજાબ કિંગ્સ (Punjab Kings) જીત માટે હવે લયમાં આવવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને શુક્રવારે રજૂ કરવુ પડશે. શુક્રવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેજન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાનારી છે.

IPL 2021: સતત જીત મેળવી રહેલા બેંગ્લોર સામે આજે પંજાબની ટકકર પડકારજનક, વિરાટ સેના ફોર્મમાં
Punjab vs Bangalore

Follow us on

આઇપીએલ 2021 ની સિઝનમાં સતત કંગાળ પ્રદર્શન બાદ હવે પંજાબ કિંગ્સ (Punjab Kings) જીત માટે હવે લયમાં આવવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને શુક્રવારે રજૂ કરવુ પડશે. શુક્રવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેજન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાનારી છે. કલકત્તા નાઇટ રાઇડર્સ સામે પાંચ વિકેટ થી હાર મેળવ્યા બાદ પંજાબે RCB સામે પડકાર ઝીલવો પડશે, જે આસાન નહી હોય. RCB હાલમાં તમામ વિભાગમાં સારુ પ્રદર્શન કરી રહી છે. પંજાબની ટીમ ચાર હાર અને બે જીત સાથે ચાર પોઇન્ટ ધરાવે છે. તો પોઇન્ટ ટેબલમાં પણ છઠ્ઠુ સ્થાન ધરાવે છે. જ્યારે આરસીબી 10 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે.

ચેન્નાઇ સુપર કિંગ્સના હાથે એક માત્ર હારને છોડી દેવામાં આવે તો બેંગ્લોરની ટીમ આઇપીએલ ટાઇટલના માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેના ખેલાડીઓ ફોર્મ પણ હાંસલ કરતા જઇ રહ્યા છે. પંજાબને અત્યાર સુધીમાં તેની બેટીંગ ના ખરાબ પ્રદર્શનને લઇને નુકશાન પહોંચ્યુ છે. તેની છ મેચમાંથી રાહુલની આગેવાની ધરાવતી ટીમ ત્રણ મેચમાં પ્રથમ બેટીંગ કરતા 106,120 અને 123 રન જેટલો નિચો અને આસાન સ્કોર કર્યો છે.

કેએલ રાહુલ એ અત્યાર સુધીમાં પોતાની ટીમ તરફ થી જવાબદારી સંભાળી છે અને તેના થી ટીમને ફરી થી સારી શરુઆત કરવાની આશા રહી છે. મયંક અગ્રવાલ સારી શરુઆત કરવાનો ફાયદો ઉઠાવી શક્યો નથી. જ્યારે ક્રિસ ગેઇલ છ પૈકી માત્ર બે જ મેચમાં પોતાનુ બેટ ચલાવી શક્યો છે. નિકોલસ પૂરન પણ રન બનાવવા માટે હજુ સંઘર્ષ કરી રહ્યો છે. તે પાંચ મેચમાં માત્ર 28 રન જ બનાવી શક્યો છે. ત્રણ ઇનીંગમાં તે પોતાનુ ખાતુ પણ ખોલાવી શક્યો નથી. ટીમ તેના સ્થાન પર T20 ના મહત્વના બેટ્સમેન ડેવિડ મલાન ને પ્લેયીંગ ઇલેવનમાં બનાવી રાખશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જ્યારે મોટો સ્કોર નથી હોતો ત્યારે પંજાબ ના બોલર કંઇ કરી શકતા નથી. તેમની બોલીંગમાં આક્રમકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સની સામે તેઓ 195 રનના સ્કોરનો પણ બચાવ કરી શક્યા નહોતા. તો વળી રાજસ્થાન રોયલ્સ સામે ખૂબ મુશ્કેલી થી 221 રનના સ્કોરનો બચાવ કરી શકાયો હતો. બીજી તરફ બેંગ્લોરની ટીમ સતત સારુ પ્રદર્શન દિલ્હી કેપિટલ્સ સામે એક રન થી જીતીને આત્મવિશ્વાસ ભરપૂર ધરાવે છે. એબી ડિવિલીયર્સ એ ફરી થી બેટીંગ ધમાકેદાર કરી દેખાડી હતી. જ્યારે બોલરોએ મળીને સારા પ્રદર્શન નો પ્રયાસ કર્યો હતો અને આરસીબીને પાંચમી જીત અપાવી હતી.

આરસીબી ના બેટ્સમેન વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, ડિવિલીયર્સ અને ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર ખૂબ નિર્ભર છે. આ ચારેય હાલમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે, જેના થી જીત હાંસલ કરી રહી છે. રજત પાટીદારે પણ પાછળની મેચમાં પોતાની ક્ષમતા દર્શાવી હતી, જ્યારે કાઇલ જેમિસને નિચલા ક્રમમાં પણ ઉપયોગી રમત રમી ને રન જોડી શકે છે. આરસીબીનો બોલીંગ વિભાગ પણ ખૂબ પ્રભાવી રહ્યો છે. હર્ષલ પટેલ પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે. જ્યારે મહંમદ સિરાજ એ પાછળની મેચમાં ઋષભ પંત અને શિમરોન હેયટમોરને ક્રિઝ પર હોવા છતાં, રનનો બચાવ કરી મેચ જીતાડી હતી.

Next Article