IPL 2021: પોર્ન સ્ટાર ખલિફાને પંજાબ કિંગ્સના હરપ્રિત બ્રારે કરેલી ટ્વીટને લઇને ફેંસે છેડી ચર્ચા, કહ્યુ ડીલીટ કરો

|

May 02, 2021 | 11:16 AM

આઇપીએલ 2021 માં પંજાબ કિંગ્સ (Punjab Kings) ના લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રિત બ્રારે (Harpreet Brar) રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) સામેની મેચમાં તેમના ત્રણ સ્ટાર બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી.

IPL 2021: પોર્ન સ્ટાર ખલિફાને પંજાબ કિંગ્સના હરપ્રિત બ્રારે કરેલી ટ્વીટને લઇને ફેંસે છેડી ચર્ચા, કહ્યુ ડીલીટ કરો
Harpreet Brar-Mia Khalifa

Follow us on

આઇપીએલ 2021 માં પંજાબ કિંગ્સ (Punjab Kings) ના લેફ્ટ આર્મ સ્પિનર હરપ્રિત બ્રારે (Harpreet Brar) રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) સામેની મેચમાં તેમના ત્રણ સ્ટાર બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. RCB ના વિરાટ કોહલી (Virat Kohli) , ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell), એબી ડિવિલીયર્સ (AB de Villiers)ની વિકેટ હરપ્રિતે ઝડતા જ તે ખૂબ ચર્ચાઓમાં છવાઇ ગયો હતો. આ પહેલા તેમે બેટીંગ ઇનીંગ દરમ્યાન તેણે ઉપયોગી 25 રન પણ ફટકાર્યા હતા. આમ તેના બેટીંગ અને બોલીંગના કમાલને લઇને તે રાતોરાત સ્ટાર જેવો અનુભવ કરવા લાગ્યો હતો. જોકે હાલમાં ફેન્સે તેણે ભૂતકાળમાં કરેલા એક ટ્વીટને લઇને ચર્ચામાં લાવી દીધો છે. હરપ્રિત એ જાણીતી પોર્નસ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) ને તેના જન્મદિવસની ટ્વીટ કરી હતી અને જે ટ્વીટને ડીલીટ કરવા ફેન્સ હવે સોશિયલ મીડિયામાં સલાહ આપવા લાગ્યા છે.

ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન પોર્નસ્ટાર મિયાં ખલિફાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્રારા બર્થડે વિશે જણાવતા ટ્વીટ કરી હતી. જે ટ્વીટને રિટ્વીટ કરીને ક્રિકેટર હરપ્રિત એ મિયાં ખલિફાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. હવે તેની આ ટ્વીટને લઇને ફેન્સ તે ટ્વીટને ડીલીટ કરવા માટે કહેવા લાગ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

https://twitter.com/Akkian_Jaheen/status/1388164579033862157?s=20

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ટોસ ગુમાવીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરેલ પંજાબ કિંગ્સની શરુઆત સારી રહી નહોતી. જોકે કેએલ રાહુલ અને ક્રિસ ગેઇલની રમતે પંજાબને એક લડાયક સ્કોર સુધી પહોંચાડ્યુ હતુ. હરપ્રિત બ્રારે અણનમ 25 રન બનાવ્યા હતા અને કેપ્ટન કેએલ રાહુલને સારો સાથ પણ આપ્યો હતો. બ્રાર અને રાહુલે છઠ્ઠી વિકેટ માટે 61 રનની ભાગીદારી રમત રમી હતી. બ્રારે વિરાટ કોહલી અને મેક્સવેલને બે સળંગ બોલમાં બંને ને એક બાદ એક ક્લીન બોલ્ડ કરીને આશ્વર્ય સર્જી દીધુ હતુ. પંજાબના 179 રનના સ્કોર સામે આરસીબીએ 145 રન 8 વિકેટે બનાવીને 34 રન થી હાર મેળવી હતી.

Published On - 11:15 am, Sun, 2 May 21

Next Article