IPL 2021 PBKSvsMI: પંજાબ કિંગ્સે 9 વિકેટે મુંબઈ ઈન્ડીયન્સને આસાનીથી હાર આપી, કેએલ રાહુલના અણનમ 60 રન

|

Apr 23, 2021 | 11:19 PM

ચેન્નાઈમાં શુક્રવારે મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ (Mumbai Indians vs Punjab Kings) વચ્ચે આઇપીએલ 2021ની 17મી મેચ રમાઈ હતી. જેમાં મુંબઈને હરાવી પંજાબે મેચને જીતી લીધી હતી.

IPL 2021 PBKSvsMI: પંજાબ કિંગ્સે 9 વિકેટે મુંબઈ ઈન્ડીયન્સને આસાનીથી હાર આપી, કેએલ રાહુલના અણનમ 60 રન
Mumbai vs Punjab

Follow us on

ચેન્નાઈમાં શુક્રવારે મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ (Mumbai Indians vs Punjab Kings) વચ્ચે આઇપીએલ 2021ની 17મી મેચ રમાઈ હતી. જેમાં મુંબઈને હરાવી પંજાબે મેચને જીતી લીધી હતી. મેચમાં પંજાબ કિગ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ ઈનીંગ ખરાબ રમત સાથે શરુ થઈ હતી. રોહિત શર્મા (Rohit Sharma)એ ફીફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે ટીમ મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા. જવાબમાં રાહુલની ફીફટી સાથે 17.4 ઓવરમાં લક્ષ્ય પાર કરી લીધુ હતુ.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ટીમ પંજાબે 132 રનના લક્ષ્યનો પીછો કરવાની શરુઆત કરતા કેએલ રાહુલે ફીફટી ફટકારી હતી. કેએલ રાહુલે 52 બોલમાં 60 રન કર્યા હતા. ઈનીંગ દરમ્યાન 3 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. મયંક અગ્રવાલે 20 બોલમાં 25 રન કરીને વિકેટ ગુમાવી હતી. ક્રિસ ગેઈલ અને રાહુલે રમતને આગળ રમતા વિજય લક્ષ્ય બંનેએ વિકેટ ગુમાવ્યા વિના જ હાંસલ કર્યુ હતુ. ગેઇલે 2 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 35 બોલમાં 43 રન ફટકાર્યા હતા. પંજાબે આસાનીથી વિજયી લક્ષ્યને એક જ વિકેટ ગુમાવીને હાંસલ કર્યુ હતુ.

 

મુંબઈ ઈન્ડીયન્સની બોલીંગ

ટીમ મુંબઈના બોલરોએ સંઘર્ષ કરવા છતાં પણ વિકેટ મળી નહોતી. ટ્રેન્ટ બોલ્ટે 2.4 ઓવર કરીને 30 રન આપી એક વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 3 ઓવર કરીને 31 રન ગુમાવ્યા હતા. જસપ્રિત બુમરાહ 3 ઓવરમાં 21 રન આપ્યા હતા. રાહુલ ચાહરે 19 રન 4 ઓવરમાં આપ્યા હતા. જયંત યાદવે 20 રન ચાર ઓવર કરીને આપ્યા હતા.

 

મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ

કેપ્ટન રોહિત શર્માએ ફીફટી કરી હતી. તેણે 51 બોલમાં 63 રન કર્યા હતા, ઈનીંગ દરમ્યાન 2 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. ટોસ હારીને બેટીંગ માટે મેદાને ઉતરેલી મુંબઈની ટીમની શરુઆત નબળી રહી હતી. ક્વિન્ટન ડીકોક 3 રન કરીને જ દિપક હુડ્ડાનો શિકાર થતાં વિકેટ ગુમાવી બેઠો હતો. આમ મુંબઈએ ટીમના 7 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 26 રનના સ્કોર પર ઈશાન કિશનના રુપમાં બીજી વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશને 17 બોલ રમીને માત્ર 6 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 27 બોલમાં 33 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ એક અને કૃણાલ પંડયા ત્રણ રન કરીને આઉટ થયા હતા. કિરોન પોલાર્ડે 16 રન અણનમ કર્યા હતા.

 

પંજાબ કિંગ્સ બોલીંગ

ટોસ જીતીને બોલીંગ પસંદ કરનાર પંજાબની ટીમ મુંબઈને રનના મામલામાં નિયંત્રણ રાખવા સાથે શરુઆતમાં બે વિકેટ પણ ઝડપથી મેળવવામાં સફળ રહ્યુ હતુ. જોકે બાદમાં વિકેટ લેવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી, તેણે 21 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 3 ઓવર કરીને 28 રન આપી એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 3 ઓવર કરી 15 રન આપી એક વિકેટ ઝડપી હતી.

Next Article