IPL 2021 PBKSvsKKR: કલકત્તાના બોલરો પંજાબ પર હાવી, 9 વિકેટે 123 રન કર્યા, કૃષ્ણાંની 3 વિકેટ

|

Apr 26, 2021 | 9:35 PM

આઈપીએલ 2021ની 21મી મેચ પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાઈ રહેલી મેચમાં કલકત્તાના કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021 PBKSvsKKR: કલકત્તાના બોલરો પંજાબ પર હાવી, 9 વિકેટે 123 રન કર્યા, કૃષ્ણાંની 3 વિકેટ
Punjab vs Kolkata

Follow us on

આઈપીએલ 2021ની 21મી મેચ પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાઈ રહેલી મેચમાં કલકત્તાના કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સે ટોસ હારીને બેટીંગ કરતા ઝડપથી વિકેટો નિયમિત રીતે ગુમાવવા સાથે રન પણ ધીમી ગતીએ બનાવ્યા હતા. મયંક અગ્રવાલે (Mayank Agarwal) સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને આવેલી પંજાબની ટીમે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે 19 રન કર્યા હતા. તેના સ્વરુપમાં 36 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે મયંક અગ્રવાલે 34 બોલમાં 31 રન કર્યા હતા. ક્રિસ ગેઈલ શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દિપક હુડ્ડાએ પણ એક રન કરીને જ વિકેટ ગુમાવી હતી. નિકોલસ પૂરને 19 અને મોઈસીસ હેનરીક્સે 2 રન કર્યા હતા. શાહરુખ ખાને 13 રન અને રવિ બિશ્નોઈએ એક રન કર્યા હતા. અંતમાં ક્રિસ જોર્ડને 3 છગ્ગા અને એક ચોગ્ગા સાથે ઝડપી 30 રન કરતા સ્કોર બોર્ડ આગળ ચાલ્યુ હતુ.

 

કલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ

પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 30 રન આપ્યા હતા. સુનિલ નરેને 4 ઓવર કરીને 22 રન આપી 2 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે 3 ઓવર કરીને 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 24 રન આપી એક વિકેટ ઝડપી હતી. શિવમ માવીએ 4 ઓવર કરીને 13 રન આપી એક વિકેટ ઝડપી હતી.

 

Next Article