IPL 2021: કોલક્તાના મધ્યમ અને નિચલા ક્રમની બેટીંગથી શાહરુખ ખાન ખુશ, મનોબળ વધારતા પાઠવ્યો સંદેશ

|

Apr 22, 2021 | 12:30 PM

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan) ફિલ્મોની સાથે સાથે આઇપીએલમાં તેની ક્રિકેટ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને લઇને પણ ચર્ચામાં રહે છે.

IPL 2021: કોલક્તાના મધ્યમ અને નિચલા ક્રમની બેટીંગથી શાહરુખ ખાન ખુશ, મનોબળ વધારતા પાઠવ્યો સંદેશ
Shah Rukh Khan

Follow us on

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan) ફિલ્મોની સાથે સાથે આઇપીએલમાં તેની ક્રિકેટ ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને લઇને પણ ચર્ચામાં રહે છે. બુધવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જે મેચમાં કોલકત્તાની ટીમે હાર નો સામનો કરવો પડયો હતો. કોલકત્તા ની ટીમના સહ માલિક શાહરુખ ખાને પોતાની પ્રતિક્રિયા આપીને ટીમનુ મનોબળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો.

શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પ્રેરક પોષ્ટ રજૂ કરી હતી. જેની ખૂબ ચર્ચા થવા લાગી છે. શાહરુખ ખાન સોશિયલ મીડિયા પર આમ પણ ખૂબ સક્રિય રહેતો હોય છે. તે પોતાના ફેંસ માટે ખાસ તસ્વીરો અને વિડીયો પણ શેર કરતો રહે છે. શાહરુખે પોતાની ટીમ KKR માટે પણ એક ટ્વીટ કરીને ટીમનુ મનોબળ વધારવા પ્રયાસ કર્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શાહરુખ ખાને ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, કોલક્તા નાઇટ રાઇડર્સને બેક સીટ પર લઇ શકો છો. મને લાગે છે કે, કલક્તા નાઇટ રાઇડર્સ શાનદાર રમત રમી હતી. ( જો આપણે બેટીંગ પાવર પ્લેની રમતને ભૂલી જઇએ તો) શાનદાર રમત બોયઝ. રસેલ અને દિનેશ કાર્તિક કોશિષ કરે છે અને તેને એક આદત બનાવે છે. આપણે પરત આવીશુ. સોશિયલ મીડિયા પર આ ટ્વીટ ખૂબ જ વાયરલ પણ થવા લાગ્યુ છે.

અભિનેતાના અનેક ફેંસ તેની આ ટ્વીટને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. બુધવારે રમાયેલી મેચમાં કોલકત્તાની ટીમને બેવડો માર વાગ્યો હતો. કારણ કે પહેલા ટીમે હાર નો સામનો કરવો પડ્યો હતો, બાદમાં બીસીસીઆઇ અને આઇપીએલ આયોજકોએ સ્લોઓવર રેટ બદલ કેપ્ટન ઇયોન મોર્ગનને દંડ ફટકાર્યો હતો. ધીમી ગતીએ બોલીંગ ઇનીંગ પુરી કરવાને લઇને 12 લાખ રુપિયાનો દંડ મોર્ગને લગાવવામાં આવ્યો હતો.

Next Article