IPL 2021: કોલકતાનાં પ્લેયરે કોરોનામાં ગુમાવ્યું સદસ્ય, ભાવનગરથી સારવાર માટે કરાઈ હતી મદદ

|

May 04, 2021 | 9:44 AM

કોરોના સંક્રમણ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમને પરેશાન કરવા લાગ્યો છે. કોઇકના કોઇક બહાને જાણે કે કલકત્તાના ખેલાડીઓને કોરોના પરેશાન કરવા લાગ્યો છે. સોમવારે બે ખેલાડીઓ સંક્રમિત હોવાનુ જણાયુ છે, ત્યાં હવે કલકત્તા ની ટીમના ખેલાડી શેલ્ડન જેક્સન (Sheldon Jackson) ના કાકીનુ અવસાન થયુ છે.

IPL 2021: કોલકતાનાં પ્લેયરે કોરોનામાં ગુમાવ્યું સદસ્ય, ભાવનગરથી સારવાર માટે કરાઈ હતી મદદ
Sheldon Jackson

Follow us on

કોરોના સંક્રમણ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમને પરેશાન કરવા લાગ્યો છે. કોઇકના કોઇક બહાને જાણે કે કલકત્તાના ખેલાડીઓને કોરોના પરેશાન કરવા લાગ્યો છે. સોમવારે બે ખેલાડીઓ સંક્રમિત હોવાનુ જણાયુ છે, ત્યાં હવે કલકત્તા ની ટીમના ખેલાડી શેલ્ડન જેક્સન (Sheldon Jackson) ના કાકીનું અવસાન થયુ છે. જેક્સનના કાકી એ તેના IPL સિલેકશનને લઇને ખૂબ જશ્ન મનાવ્યો હતો. ભાવનગર (Bhavnagar ) માં તેના કાકીનો કોરોના સંક્રમણ ને લઇને નિધન થયુ છે.

હાલમાં ભારતમાં ફેલાયેલા કોરોના સંક્રમણને લઇને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો દર્દીઓ અને તેમના પરીવારજનો કરી રહ્યા છે. ખાસ કરીને હોસ્પીટલમાં દર્દીને સારવાર માટે જગ્યા મેળવવી એ મુશ્કેલ બાબત થઇ પડી છે. શેલ્ડનની કાકીને પણ ભાવનગરમાં કોરોનાની સારવાર માટે હોસ્પીટલમાં બેડ મેળવવો મુશ્કેલ થયો હતો. જેકશને આ માટે ટ્વીટ કરીને મદદની અપીલ પણ કરી હતી. જેને લઇને BCCI ના સેક્રેટરી જય શાહ (Jay Shah) આગળ આવ્યા હતા અને તેઓએ ભાવનગરમાં તાત્કાલીક બેડની વ્યવસ્થા કરાવી આપી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

https://twitter.com/ShelJackson27/status/1388118824474472448?s=20

જય શાહની આ મદદને લઇને જેક્શને ટ્વીટ કરીને તેમનો આભાર પણ માન્યો હતો. તેણે લખ્યુ હતુ કે, આપે જે મદદ કરી છે, તેના માટે ખૂબ ખૂબ આભાર સર. હું સિનિયર ક્રિકેટરો અને પત્રકારોનો પણ આભાર માનુ છુ કે, જેમણે મારી જરુરીયાતને ઝડપ થી આગળ વધારી હતી.

સેક્રેટરી જય શાહ દ્રારા જેક્શનની કાકીને મદદ કરવા છતાં પણ સંક્રમણથી ગંભીર સ્થિતીની અસર હોવાને લઇ તે કોરોના સામે જંગ જીતી શક્યા નહોતા. તેમણે સોમવારે ભાવનગરમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. જેકશને પણ પોતાના ટ્વીટર હેન્ડલ દ્રારા કાકીને અંતિમ વિદાય આપીને એ પણ બતાવ્યુ હતુ.

તે ઘરે એટલે પરત નહી ફરે કે, કેકેઆરમાં તેની પસંદગી ને લઇ સૌથી વધારે ખુશ થનારી તેની કાકી જ હતી. તેણે ટ્વીટર પર લખ્યુ હતુ કે, મે મારી આન્ટીને ખોઇ દીધા. કેકેઆરમાં સિલેક્શન બાદ સૌથી વધારે ખુશ થનાર તે જ હતા. હું એ તમામ લોકોનો આભાર માનવા માંગુ છુ કે, તેઓએ મારા દુખના સમયમાં સાથ આપ્યો છે.

Next Article