IPL 2021: કોલકત્તા નાઇટ રાઇડર્સનો વિદેશી ખેલાડી કોરોના સંક્રમિત જણાયો, સારવાર બાદ સ્વદેશ પરત ફરશે

|

May 08, 2021 | 10:25 AM

આઇપીએલ 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણ પહોંચવાને લઇને ટુર્નામેન્ટને જ રદ કરી દેવામાં આવી હતી. ટુર્નામેન્ટ રદ થયા બાદ પણ કોરોના સંક્રમણ જાણે કે ખેલાડીઓમાં પ્રસરવાથી અટકવાની રાહત નથી. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ હોવાનુ જણાયુ છે.

IPL 2021: કોલકત્તા નાઇટ રાઇડર્સનો વિદેશી ખેલાડી કોરોના સંક્રમિત જણાયો, સારવાર બાદ સ્વદેશ પરત ફરશે
Team Kolkata Knight Riders

Follow us on

આઇપીએલ 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણ પહોંચવાને લઇને ટુર્નામેન્ટને જ રદ કરી દેવામાં આવી હતી. ટુર્નામેન્ટ રદ થયા બાદ પણ કોરોના સંક્રમણ જાણે કે ખેલાડીઓમાં પ્રસરવાથી અટકવાની રાહત નથી. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ હોવાનુ જણાયુ છે.

ન્યુઝીલેન્ડ (New Zealand) ના ટિમ સેફર્ટ (Tim Seifert) કલકત્તા ની ટીમમાં થી રમી રહ્યો હતો, અને હવે તે વતન પરત ફરવા અગાઉ જ કોરોના પોઝિટીવ જણાયો છે. તે હવે પોતાના વતન માટે ફ્લાઇટ નહી પકડી શકે અને તે હવે ભારતમાં જ રોકાવા મજબૂર બન્યો છે. કલકત્તાનો આ ત્રીજો ખેલાડી કોરોના સંક્રમિત જણાયો છે.

મીડિયા રિપોર્ટનુસાર સેફર્ટ કોરોના પોઝિટીવ હોવાની જાણકારી સામે આવી છે. આઇપીએલ 2021 માં હિસ્સો લીધેલ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને અન્ય મેમ્બર્સ ચાર્ટર પ્લેન મારફત પરત ન્યુઝીલેન્ડ ફર્યા છે. સેફર્ટ હાલમાં ભારતમાં જ છે, તે અહી જ સારવાર લેશે અને ક્વોરન્ટાઇન મર્યાદા પૂર્ણ કર્યા બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ જણાતા તેને સ્વદેશ પરત મોકલવામાં આવશે. સેફર્ટ ચેન્નાઇમાં સ્થાનિક હોસ્પીટમાં સારવાર મેળવશે, જે હોસ્પીટલમાં ઓસ્ટ્રેલીયાના પૂર્વ ખેલાડી અને ચેન્નાઇ સુપર કિંગ્સના બેટીંગ કોચ માઇકલ હસીની સારવાર થઇ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચિફ એક્ઝ્યુકેટિવ ડેવિડ વ્હાઇટ એ કહ્યુ હતુ કે, ટિમ સેફર્ટ માટે તે દુર્ભાગ્યપુર્ણ છે અને અમે બધા તેના માટે તે બધુ જ કરીશુ જે શક્ય બનશે. આશા છે કે, તેનો ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવે અને તે સ્વસ્થ થઇ ને ડિસ્ચાર્જ માટે મંજૂરી મેળવી લેશે. તેના પોઝિટીવ હોવાની જાણકારી બાદ અમે તેના પરિવારના સંપર્કમાં છીએ.

Next Article