IPL 2021: ખેલાડીઓ માટે સુરક્ષા કવચ ગણાતુ અને જેની પર આંગળી ચિંધાઇ તે બાયોબબલ કેવી રીતે કાર્ય કરે છે?

|

May 05, 2021 | 7:39 PM

કોરોના કાળમાં ક્રિકેટ ના આયોજન માટે બાયોબબલ (Biobubble) ખુબ જ સુરક્ષીત માનવામાં આવે છે. જેના વડે ખેલાડીઓ અને ટુર્નામેન્ટ સાથે જોડાયેલ સ્ટાફ કોરોનાથી સુરક્ષીત રહે છે. પરંતુ કોરોનાનુ સંક્રમણે બાયોબબલમાં પણ પ્રવેશ કરી લેતા ક્રિકેટ જગત પણ ચોંકી ઉઠ્યુ છે.

IPL 2021: ખેલાડીઓ માટે સુરક્ષા કવચ ગણાતુ અને જેની પર આંગળી ચિંધાઇ તે બાયોબબલ કેવી રીતે કાર્ય કરે છે?
Biobubble

Follow us on

કોરોના કાળમાં ક્રિકેટ ના આયોજન માટે બાયોબબલ (Biobubble) ખુબ જ સુરક્ષીત માનવામાં આવે છે. જેના વડે ખેલાડીઓ અને ટુર્નામેન્ટ સાથે જોડાયેલ સ્ટાફ કોરોના થી સુરક્ષીત રહે છે. પરંતુ કોરોના નુ સંક્રમણે બાયોબબલમાં પણ પ્રવેશ કરી લેતા ક્રિકેટ જગત પણ ચોંકી ઉઠ્યુ છે. એક દમ ચુસ્ત બાયોબબલ ના નિર્માણ અને તેના સંચાલન વચ્ચે પણ કોરોના વાયરસના પ્રવેશને લઇને આખરે BCCI એ IPL ટુર્નામેન્ટને જ સ્થગીત કરી દેવા નો મજબૂર નિર્ણય લેવો પડ્યો હતો. સવાલ પણ એ છે કે, જે બાયોબબલને સુરક્ષીત માનવામાં આવે છે, તે બાયોબબલનુ આયોજન અને તેના સંચાલન દરમ્યાન કેવી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. એક નજર કરીએ ટુર્નામેન્ટના બાયોબબલ પર.

બાયોબબલ એ એક જૈવિક સુરક્ષા વાતાવરણ નિર્માણ કરવામાં આવે છે. જેના દ્રારા ખેલાડીઓ અને તેમાં રહેનારા સભ્યોનુ બહારના લોકો સાથે નુ કનેકશન સંપૂર્ણ પણે તુટી જાય છે. જેમાં તમામ બાબતો સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ ના નિયમો મુજબ હોય છે. તમામ ખેલાડીઓ અને સભ્યોએ તેનુ ચુસ્ત પાલન કરવુ પડે છે. જેમાં એકવાર પ્રવેશ બાદ બહારના લોકોને મળવાની પરવાનગી હોતી નથી. જેમાં તમામે ટુર્નામેન્ટ ખતમ થવા સુધી ખૂબ જ સંયમિત રીતે રહેવાનુ હોય છે. જે દરમ્યાન અનેક વખત કોરોના ના ટેસ્ટ સતત થતા રહે છે. તમામ સભ્યો અને ખેલાડીઓને સતત મોનિટરીંગ કરવામાં આવે છે.

ક્યાં બનાવાય છે બાયોબબલ
બાયોબબલને મોટે ભાગે હોટલ અને સ્ટેડિયમના હિસ્સામાં રચવામાં આવે છે. એવુ સ્થાન પસંદ કરવુ જરુરી છે કે, જ્યાં કોઇ સરળતા થી બહારના કોઇ વ્યક્તિનો સંપર્ક થઇ શકે. જોકે બબલમાં રહેનારા ખેલાડીઓને બહાર નિશ્વિત સ્થળો પર જવાની પરવાનગી આપવામાં આવે છે. ખેલાડી, સ્ટાફ, મેડિકલ ટીમ, બ્રોડકાસ્ટર્સ અને કોમેન્ટેટર્સ માટે અલગ અલગ બાયોબબલ બનાવવામાં આવતા હોય છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

બાયોબબલ માંથી બહાર નિકળવા પર થઇ શકે છે મુશ્કેલી
ખેલાડીઓને આમ તો પહેલા થી જ ચેતવણી આ અંગે આપી દેવામાં આવે છે, કે બહાર નિકળવુ નહી. જોકે કોઇ ખાસ સ્થિતીને ધ્યાને રાખીને બહાર જવા માટે પરમિશન મળી શકે છે. પરંતુ પરંતુ બાયોબબલમાં પરત ફરવુ ખુબ મુશ્કેલ છે. જો મેનેજમેન્ટ મંજૂરી આપે તો પણ ક્વોરન્ટાઇન સમય પસાર કરવો ફરજીયાત છે. સાથે જ કોરોના રિપોર્ટ પણ નેગેટિવ હોવા જરુરી છે. સાથે જ જો કોઇ બાયોબબલ તોડે છે તો, તેને કોડ ઓફ કડંકટ માનવામાં આવે છે.

બ્રોડકાસ્ટર્સ મેમ્બર પર વર્તાય છે આકરા પ્રોટોકોલ

બાયોબબલ દરમ્યાન ખેલાડીઓની સાથે સપોર્ટીંગ સ્ટાફ અને બ્રોડકાસ્ટીંગ સ્ટાફ ને પણ ખૂબ ચુસ્ત સુરક્ષા કોરોના વાયરસને લઇને પુરી પાડવામાં આવતી હતી. કારણ કે ખેલાડીઓની સૌથી વધુ નજીક બ્રોડકાસ્ટીંગ સ્ટાફ રહેતો હોય છે. બ્રોડકાસ્ટીંગ ના 750 જેટલા સ્ટાફ મેમ્બર્સ માટે ટુર્નામેન્ટ દરમ્યાન 10 હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ અડધી ટુર્નામેન્ટના હિસાબે સાડા ચાર થી વધુ વખત કોરોના ટેસ્ટીંગ માત્ર બ્રોડકાસ્ટીંગ સ્ટાફનુ કરવામાં આવ્યુ છે. બ્રોડકાસ્ટ સ્ટાફ માટે એક સાથે ચાર જેટલા બાયોબબલ નિર્માણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ શરદી અને ખાંસી જેવી સામાન્ય સમસ્યા જણાય તો અલગ થી બાયોબબલમાં જ આઇસોલેશનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

Next Article