IPL 2021: આજે ટુર્નામેન્ટની મોટી ટક્કર જામશે, આંકડા મુંબઇની ફેવરમાં, વર્તમાન ચેન્નાઇ તરફી

|

May 01, 2021 | 4:20 PM

આઇપીએલ 2021 મા આજે સૌથી મોટા મુકાબલાનો દિવસ છે. આજે લીગના ઇતિહાસની સૌથી સફળ ટીમો વચ્ચે ટક્કર છે. આજે એવી બે ટીમો વચ્ચે ટક્કર જામશે કે તે બંને ટીમો આઇપીએલ ટાઇટલને સૌથી વધુ વખત જીતી ચુકી છે.

IPL 2021: આજે ટુર્નામેન્ટની મોટી ટક્કર જામશે, આંકડા મુંબઇની ફેવરમાં, વર્તમાન ચેન્નાઇ તરફી
Mumbai vs Chennai,

Follow us on

આઇપીએલ 2021 મા આજે સૌથી મોટા મુકાબલાનો દિવસ છે. આજે લીગના ઇતિહાસની સૌથી સફળ ટીમો વચ્ચે ટક્કર છે. આજે એવી બે ટીમો વચ્ચે ટક્કર જામશે કે તે બંને ટીમો આઇપીએલ ટાઇટલને સૌથી વધુ વખત જીતી ચુકી છે. ત્રણ વાર ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)અને પાંચ વાર ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે મેચ રમાનારી છે. એમ પણ કહી શકાય કે એમએસ ધોની (MS Dhoni) અને રોહિત શર્મા (Rohit Sharma) વચ્ચે ની ટક્કર છે. બંને ટીમો વચ્ચે આજે સાંજે દિલ્હી ના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) પર મેચ રમાશે.

આઇપીએલ 2021 માં બંને ટીમો આજે એક બીજા સામે પ્રથમ વખત ટકરાશે. તો આ બંને ટીમો સિઝનની પોત પોતાની સાતમી મેચ રમનાર છે. આ પહેલા 6 મેચમાં ચેન્નાઇએ 5 મેચ જીતી છે, જ્યારે એક મેચ હારી છે. તો મુંબઇ ઇન્ડીયન્સ એ 6 મેચમાં 3 મેચમાં જીત અને 3 મેચમાં હાર મેળવી છે. પોઇન્ટ ટેબલમાં પણ જોઇએ તો ચેન્નાઇ હાલમાં ટોપ પર ચાલી રહી છે. તો મુંબઇ ચોથા સ્થાન પર છે.

જુના અંદાજમાં જોવા મળી રહી છે, ચેન્નાઇ
જ્યાં સુધી બંને ટીમોની વાત છે, ત્યાં સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ વિજય રથ પર સવાર છે. તેના ખેલાડીઓનો ઉત્સાહ અને જોશ પણ ખૂબ દેખાઇ રહ્યો છે. ટીમની સૌથી મોટી તાકાત કેપ્ટન એમએસ ધોની છે. તેને પાક્કી ખબર છે કે, ક્યારે શુ કરવાનુ છે. સાથે જ કયા ખેલાડી થી તેનુ બેસ્ટ કેવી રીતે નિકાળવાનુ છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ લાજવાબ ફોર્મમાં છે. ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં જબરદસ્ત રમત રમી રહી છે. મિડલ ઓર્ડરની મજબૂતી પણ સારી છે. આમ બધી જ સ્થિતી ટીમની ફેવરમાં છે. આઇપીએલ 2020 ભલે ચેન્નાઇ માટે સારી ના નિવડી હોય, પરંતુ આ સિઝનમાં તે પોતાના જૂના અંદાજમાં ચોક્કસ દેખાઇ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઇ ની સ્થિતી ફિફટી ફિફટી જેવી
બીજી તરફ મુંબઇ ઇન્ડીયન્સના પ્રદર્શનને જોવામાં આવે તો ફિફટી ફિફટી છે. બોલીંગ ટીમના માટે સારુ પાસુ છે, જોકે તે પહેલા મુંબઇના બેટ્સમેનોએ સ્કોર બોર્ડ પર રન ખડકવા પડશે. મુંબઇની બેટીંગ ટોપ ઓર્ડર પર જ આધાર ધરાવતી હોય તેવી સ્થિતી છે. આ વખતે મિડલ ઓર્ડર પોતાના જૂના રંગમાં નથી જોવા મળી રહ્યો. જોકે પાછળની મેચમાં કૃણાલ પંડ્યાએ બેટ વડે સારુ પ્રદર્શન કર્યુ હતુ. જોકે પોલાર્ડ અને હાર્દિકના બેટ થી રન નો વરસાદ થતો જોવા મળ્યો નથી.

આંકડા મુંબઇ સાથે, પરિસ્થિતી ચેન્નાઇ તરફી
ચોક્કસ પણે હાલની સ્થિતીમાં ચેન્નાઇ ની ટીમ મુંબઇ કરતા આગળ હશે. જોકે આંકડાના ખેલને જોવામાં આવે તો, ચેન્નાઇ ગણુ પાછળ છે. આઇપીએલ ની પિચ પર મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ એક બીજા સામે 30 વખત આમને સામને થયા છે. જેમાં 18 વખત જીત મુંબઇના પક્ષમાં રહી છે. જ્યારે 12 મેચ ચેન્નાઇ જીતી શક્યુ છે. જોકે આ આંકડા છે. ક્રિકેટમાં દરેક દિવસે દરેક મેચ નવી હોય છે. જોકે વર્તમાન પરિસ્થિતી એમ કહે છે કે, ટુર્નામેન્ટમાં સૌથી મોટો પડકાર હાલમાં પીળી જર્સી બની રહી છે અને સિઝનમાં તેનુ જ પલડુ ભારે છે.

Next Article