IPL 2021: બાકી રહેલી મેચોને UAEમાં યોજવા BCCIએ મન બનાવ્યુ, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થઈ શકે છે આયોજન

|

May 23, 2021 | 11:23 PM

આઈપીએલ 2021 સ્થગીત કરી દેવાયા બાદથી BCCI તેને પૂર્ણ કરવા માટે પ્રયાસોમાં લાગી ચુક્યુ છે. IPL 2021ના બાયો-બાયોબબલમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્રમણ (Corona virus) લાગુ પડ્યુ હતુ. જેને લઇને IPL 2021ને અધવચ્ચે જ અટકાવી દેવાઈ હતી.

IPL 2021: બાકી રહેલી મેચોને UAEમાં યોજવા BCCIએ મન બનાવ્યુ, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થઈ શકે છે આયોજન
Indian Premier League

Follow us on

આઈપીએલ 2021 સ્થગીત કરી દીધા બાદ BCCI તેને પૂર્ણ કરવા માટે પ્રયાસોમાં લાગી ચુક્યુ છે. IPL 2021ના બાયો-બાયોબબલમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્રમણ (Corona virus) લાગુ પડ્યુ હતુ. જેને લઈને IPL 2021ને અધવચ્ચે જ અટકાવી દેવાઈ હતી.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યારબાદ બાકી રહેલ મેચોને રમવાને લઈને આયોજન કરવા માટે સ્થળ અને તારીખ બંને નક્કી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન હવે બીસીસીઆઈએ UAEમાં બાકીની 31 મેચોનું આયોજન કરવાનું મન બનાવી લીધાના સમાચાર સામે આવી રહ્યા છે.

 

 

આમ તો આઈપીએલ 2021ની સિઝન શરુ થવા પહેલાથી જ યુએઈમાં જ તેને યોજવા માટે બીસીસીઆઈએ વિચાર કર્યો હતો. જોકે બાદમાં ભારતમાં જ યોજવા માટે નિર્ણય લેવાયો હતો. જોકે કોરોના સંક્રમણે બીસીસીઆઈના આયોજનને ખોરવી દીધુ હતુ.

 

 

જોકે આગામી 29 મેના રોજ આઈપીએલનું મોટાભાગનુ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. 29મેએ બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભા યોજાનારી છે. જેમાં આઈપીએલના આગળના આયોજનને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ યુએઈમાં આઇપીએલની બાકી રહેલી મેચોનું આયોજન કરવા પર ફોકસ કરી રહ્યુ છે.

 

 

જે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરના દરમ્યાન રમાઈ શકે છે. જેમાં કહેવાય રહ્યુ છે કે, ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની શ્રેણી સમાપ્ત થયા બાદ 15 સપ્ટેમ્બરથી આયોજન શરુ થઈ શકે છે. આમ આઈપીએલની 14મી સિઝનને આ દરમ્યાન સમાપ્ત કરી શકાય છે.

 

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈના એક અધિકારીનું કહેવુ છે કે ઈંગ્લેંડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચેના સમયના ગેપને ઘટાડવી જરુરી છે. જેનાથી બીસીસીઆઈને વધુ 5 દિવસનો સમય મળી શકે છે. બંને ટેસ્ટ વચ્ચે 9 દિવસનું અંતર રાખવામાં આવ્યુ છે. જે ઘટાડીને 4 દિવસ કરી દેવામાં આવે તો સમય વધી શકે છે. જોકે આ અંગે ECBને અધિકૃત રીતે કોઈ જ વાતચીત કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો: Cricket: કઈ ટીમે બોલીંગને ખતરનાક બનાવી દીધી કે ક્રિકેટમાં હેલ્મેટનું આગમન થયુ, જાણો હેલ્મેટની કહાની

Next Article