IPL 2021 Auction Live: 2020માં જાણો કોણ હતા એ સૌથી મોંઘા 5 ખેલાડીઓ, કોની પર રહેશે આ વખતે નજર

|

Feb 19, 2021 | 1:25 PM

IPL 2021 Auction Live: IPL 2021માં આજે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ખાસ કરીને આજે પાછલી સિઝનમાં જે ખાસ 5 ખેલાડીઓને સૌથી વધારે રકમ આપવામાં આવી હતી જો કે આ તમામ વિદેશી ખેલાડી હતા અને તેમને 8 કરોડ થી લઈ 15.50 કરોડ રૂપિયા સુધીની રકમ મળવા પામી હતી.

IPL 2021 Auction Live: 2020માં જાણો કોણ હતા એ સૌથી મોંઘા 5 ખેલાડીઓ, કોની પર રહેશે આ વખતે નજર

Follow us on

IPL 2021 Auction Live: IPL 2021માં  ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ખાસ કરીને ગુરુવારે  પાછલી સિઝનમાં જે ખાસ 5 ખેલાડીઓને સૌથી વધારે રકમ આપવામાં આવી હતી જો કે આ તમામ વિદેશી ખેલાડી હતા અને તેમને 8 કરોડ થી લઈ 15.50 કરોડ રૂપિયા સુધીની રકમ મળવા પામી હતી. આજે ચેન્નાઈમાં હરાજીમાં ભારતીય ખેલાડીઓની કિંમત કેટલી આંકવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ સાથે જાણો કે IPL-2020માં કોણ હતા એ પાંચ સૌથી મોઘા ખેલાડીઓ

 

નંબર-1 પૈટ કમિન્સ (15.50 કરોડ)

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

IPL 2020માં કોલકતા નાઈટ રાઈડર્સ મોટો દાંવ રમીને ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર પૈટ કમિન્સને પોતાની ટીમમાં સોમેલ કરી દીધો હતો. 2 કરોડની બેઝ પ્રાઈઝ વાળા કમિન્સને KKRએ 15 કરોડ 50 લાખ જેવી મોટી રકમ આપીને ખરીદી લીધો હતો. તેણે ત્રણ વર્ષ બાદ ક્રિકેટમાં વાપસી કરી હતી. અત્યાર સુધીની રમેલી 16 મેચમાં તેણે 17 વિકેટ લીધી હતી. અગાઉ જે તે વર્ષમાં યુવરાજસિંહ IPL ઈતિહાસનો સૌથી મોંધો ખેલાડી બન્યો હતો કે જેને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

નંબર-2 ગ્લેન મેક્સવેલ (10.75 કરોડ)

મેક્સવેલને જે તે સમયે પંજાબે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી પહેલા તેને રીલીઝ કરી દેવામાં આવ્યો હતો જોકે હરાજી સમયે તેને ફરીથી સામેલ કરી દેવામાં આવ્યો હતો. 69 મેચમાં 22ની એવરેજથી 161નાં સ્ટેરાઈક રેટથી તેણે 1397 રન બનાવ્યા હતા. જેમાં 10 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. બોલીંગમાં પણ તેમણે સફળતા મેળવી અને 16 વિકેટ લીધીહતી.

નંબર-3  ક્રીસ મોરીસ (10 કરોડ)

દક્ષિણ આફ્રિકાનાં આ ઓલરાઉન્ડર ખેલાડીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીધ્યો હતો. 1.5 કરોડની બેઝ પ્રાઈઝ વાળા આ ખેલાડી પર 10 કરોડની બોલી લાગી હતી. એ પહેલાની સિઝનમાં તે દિલ્હી વતી રમવા માટે ઉતર્યા હતા. તેમને દિલ્હી કેપીટલ્સ સિવાય ચેન્નાઈ સુપરકિંગ્સ પણ ખરીદી ચુક્યું છે.

નંબર-4  શેલ્ડન કાટ્રેલ  (8.50 કરોડ)

વિકેટ લીધા બાદ સેલ્યુટ કરવાનો અંદાજ ધરાવતા આ વેસ્ટઈન્ડીંઝનાં આ ફાસ્ટ બોલરને IPL 2020ની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પહેલી વાર IPLમાં ભાગ લેવા માટે ઉતરેલા આ ખેલાડી માટે પંજાબ અને દિલ્હી વચ્ચે ઘણી લાંબી બોલી લાગી હતી. જો કે અંતમાં પંજાબે 8 કરોડ 50 લાખ રૂપિયામાં તેને ખરીદી લીધો હતો.

નંબર-5  નાથ કોલ્ટર નાઈલ  (8 કરોડ)

ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર નાથન કોલ્ટર નાઈલને હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડ આપીને ખરીદ્યો હતો. 1 કરોડની બેઝ પ્રાઈઝ વાળા ખેલાડી માટે બધાની બોલી લાગવા લાગી જેને લઈને બધા હેરાન રહી ગયા હતા. છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સે તેને ખરીદી લીધો હતો. IPLમાં 26 મેચમાં કુલ 36 વિકેટ લઈ ચુક્યો છે.

IPL 2021 Auction Live: આ પણ વાંચો

Published On - 1:40 pm, Thu, 18 February 21

Next Article