IPL 2021: જબરદસ્ત ફોર્મમાં રહેલા અક્ષર પટેલ 100 વિકેટની નજીક, યુવરાજની પણ બરાબરી કરવા આતુર

|

Apr 03, 2021 | 10:35 AM

ઇગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝ ભારતને જીતવામાં મહત્વની ભૂમિકા ટીમ ઇન્ડીયા (Team India) ના સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) એ નિભાવી હતી. અક્ષર પટેલ હવે IPL માં પણ પોતાના નામે ઇતિહાસ રચી શકે છે.

IPL 2021: જબરદસ્ત ફોર્મમાં રહેલા અક્ષર પટેલ 100 વિકેટની નજીક, યુવરાજની પણ બરાબરી કરવા આતુર
Akshar Patel

Follow us on

ઇગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝ ભારતને જીતવામાં મહત્વની ભૂમિકા ટીમ ઇન્ડીયા (Team India) ના સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) એ નિભાવી હતી. અક્ષર પટેલ હવે IPL માં પણ પોતાના નામે ઇતિહાસ રચી શકે છે. અક્ષર IPL માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો હિસ્સો છે અને તે અત્યાર સુધીમાં 97 મેચ રમીને 80 વિકેટ ઝડપી ચુક્યો છે. વર્ષ 2016માં અક્ષરે પંજાબ કિંગ્સ (Punjab Kings) વતી થી રમવા દરમ્યાન, તેણે 21 રન આપીને 4 વિકેટ ઝડપેલી તે તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. જે મેચમાં ગુજરાત લાયન્સ (Gujarat Lions) સામે રમતા અક્ષર પટેલે હેટ્રીક પણ મેળવી હતી. અક્ષર પટેલ જો આ સિઝનમાં 20 વિકેટ ઝડપશે તો IPL માં 100 વિકેટ ઝડપનારા 15 મો ભારતીય બોલર બની જશે.

અક્ષર જો 23 વિકેટ ઝડપી લેશે તો, તે ઝાહિર ખાનના 102 વિકેટ ના રેકોર્ડને પણ તોડી શકે છે. ઝાહિર ખાને 2008 થી લઇને 2017 સુધીમાં 100 મેચ રમી હતી અને તેણે 27.27 ની સરેરાશ થી 102 વિકેટ મેળવી હતી. ઝાહિર ખાનનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 17 રનમાં 4 વિકેટ રહ્યુ હતુ. જો હેટ્રીક ની વાત કરવામાં આવે તો આઇપીએલમાં અત્યાર સુધીમાં 19 વખત હેટ્રીક નોંધાઇ ચુકી છે. જેમાં અમિત મિશ્રા ત્રણ વાર હેટ્રીક નોંધાવી ચુક્યો છે. જ્યારે ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) બે વખત હેટ્રીક મેળવી ચુક્યો છે. અક્ષર પટેલ એ 2016માં આઇપીએલમાં હેટ્રીક મેળવી હતી.

વર્ષ 2020 ની સિઝન દરમ્યાન એક પણ બોલર હેટ્રીક કરી શક્યો નહોતો. જો આગામી સિઝનમાં અક્ષર હેટ્રીક લેવામાં સફળ નિવડે તો તે બે વખત હેટ્રીક મેળવનારા બોલર્સમાં તે ત્રીજો ખેલાડી બની જશે. આઇપીએલ માં શ્રેયસ ગોપાલે અંતિમ હેટ્રીક ઝડપી હતી. તેણે રાજસ્થાન રોયલ્સ વતી રમતા 30 એપ્રિલ 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બેંગ્લોંરના સ્ટેડિયમમાં હેટ્રીક મેળવી હતી. તેણે 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

અક્ષર પટેલ આઇપીએલમાં રન બનાવવાના મામલામાં 913 રન બનાવી ચુક્યો છે. તે વધુ 87 રન આગામી સિઝનમાં બનાવી લેશે તો, તે આઇપીએલમાં 1000 રન બનાવનારાઓની યાદીમાં સામેલ થઇ જશે. આમ કરવા થી 74 બેટ્સમેન નોંધાઇ શકે છે. અક્ષર પટેલનો આઇપીએલનો 44 રનનો સ્કોર છે. તે 97 મેચમા 22 વખત નોટઆઉટ રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 53 ચોગ્ગા અને 43 છગ્ગા લગાવ્યા છે.

અક્ષર પટેલ ટેસ્ટ ડેબ્યુ મેચમાં 5 વિકેટ લેનારો 9મો ભારતીય ક્રિકેટર છે. તેણે ડેબ્યૂ મેચમાં જ 5 વિકેટ ઝડપી હતી. આમ તે આવી ઉપલબ્ધી મેળવનાર ભારતનો છઠ્ઠો સ્પિનર છે. તેના પહેલા રવિચંદ્રન અશ્વિને ડેબ્યૂ મેચમાં વેસ્ટઇન્ડીઝ સામે 47 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેના ઉપરાંત અમિત મિશ્રા, નરેન્દ્ર હિરવાણી, દિલીપ જોશી, વીવી કુમાર આવી ઉપલબ્ધી નોંધાવી ચુક્યા છે.

Next Article