IPL 2021: રાજસ્થાન રોયલ્સ સામે જીત બાદ ધોની એ ક્હ્યુ મારા કારણે હારી જતી ટીમ, જાણો કેમ કહ્યુ આવુ

|

Apr 20, 2021 | 2:11 PM

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની હાજર જવાબીના કિસ્સાતો આમતો અનેક વાર સાંભળવા અને જોવા મળતા રહે છે. IPL 2021 ની હાલની 14 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે કંઇક આવુ જ જોવા મળ્યુ હતુ.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ સામે જીત બાદ ધોની એ ક્હ્યુ મારા કારણે હારી જતી ટીમ, જાણો કેમ કહ્યુ આવુ
MS Dhoni

Follow us on

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની હાજર જવાબીના કિસ્સાતો આમતો અનેક વાર સાંભળવા અને જોવા મળતા રહે છે. IPL 2021 ની હાલની 14 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે કંઇક આવુ જ જોવા મળ્યુ હતુ. ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Superkings) એ રાજસ્થાન રોયલ્સને 45 રન થી હરાવી દીધુ હતુ. આમ ચેન્નાઇ એ સીઝનની ત્રણ મેચ રમીને આ બીજી જીત મેળવી હતી. મેચ બાદ ધોનીએ પોતાના અંદાજમાં જોવા મળ્યો હતો, તેણે હાજર જવાબીપણાં મુજબ એટલે સુધી કહી દીધુ હતુ કે, મારા કારણે ટીમ એક વધુ મેચ હારી જતી. તેનુ આ નિવેદન આમ તો આશ્વર્ય ભર્યુ પણ હતુ અને મજેદાર પણ હતુ. જોકે આવો જોઇએ તેનુ આમ કહેવા પાછળનો તર્ક શુ હતો.

હકીકતમાં રાજસ્થાન રોયલ્સ પર ચેન્નાઇ સુપર કિંગ્સની 45 રનની શાનદાર જીત બાદ મહેન્દ્રસિંહ ધોની મેચ બાદ સવાલોના જવાબ આપી રહ્યો હતો. આ દરમ્યાન ટીમના પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ હતુ, તો તેમણે મજાકીયા અંદાજમાં કહ્યુ હતુ કે, તે મેચોમાંથી હતી કે, જેમાં મે શરુઆતની જે છ મેચ બોલ રમ્યો હતો તેના થી અમે આ મેચ હારી શકતા હતા. અમારે એ વાતોનુ ધ્યાન રાખવાનુ રહેશે અને વધારેમાં વધારે સ્કોર બનવવાની કોશિષ કરવી પડશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

કોઇ અનફીટ ના કહે તે જરુરી
મહેન્દ્રસિંહ ધોનીને જ્યારે પાછળની સિઝનની તુલનામાં ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ માં શુ બદલાઇ ગયુ છે, તેવો સવાલ પુછયો હતો. જેના જવાબમાં તેણે કહ્યુ હતુ કે, ઘણો બધો બદલાવ આવ્યો છે. પાછળની સિઝનમાં કેટલાક બોલર દબાણમાં હતા, જોકે હવે તે મદદગાર પિચો પર બોલીંગનો આનંદ માણી રહ્યા છે. ધોની હવે 40 વર્ષનો થનારો છે. જે અંગે ના સવાલ પર તેણે કહ્યુ હતુ કે, ઉંમરલાયક થવુ અને ફિટ રહેવુ બંને અલગ અલગ બાબત છે. જ્યારે તમે રમી રહ્યા હોય તો તમે એ નહી ઇચ્છો કે કોઇ તમને અનફીટ કહે. કોઇ પણ સારા પ્રદર્શનની ગેરંટી નથી આપી શકતુ. જ્યારે હું 24 વર્ષનો હતો, ત્યારે પણ આ અંગેની ગેરંટી નહોતો આપી શકતો. આ જ રીતે હવે હું જ્યારે 40 વર્ષનો થઇ રહ્યો છુ ત્યારે પણ આમ નથી કરી શકતો. જોકે ઓછોમાં ઓછા લોકો મારી તરફ જોઇને લોકો એ ના કહે કે હું અનફિટ છુ. તો તે મારા માટે ખૂબ જ સકારાત્મક બાબત છે. મહેન્દ્રસિંદ ધોની ભલે રાજસ્થાન રોયલ્સ સામે બેટ થી કોઇ ખાસ કરીશ્મા દેખાડી શક્યો નહોતો, પરંતુ કેપ્ટનશીપ ના રુપે માહિ તેના જૂના અંદાજમાં નજર આવ્યો હતો.

Next Article