IPL 2020: રૈના અને ભજ્જી નહીં હોવાથી CSKને કોઈ ફેર નહીં પડે, આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે ટીમની બાજી ધોની સંભાળી લેશે

|

Sep 18, 2020 | 4:17 PM

એમએસ ધોની અને તેમની ટીમ સાથે દુબઈ પહોંચ્યા બાદ તેને ઘણા ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના બે ખેલાડીઓ અને અન્ય સભ્યોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદના ટુંકાગાળામાં જ ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની 13મી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય લીધો અને દુબઈ છોડીને ભારત પરત ફરી ગયો. ત્યારપછી થોડા દિવસો બાદ […]

IPL 2020: રૈના અને ભજ્જી નહીં હોવાથી CSKને કોઈ ફેર નહીં પડે, આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે ટીમની બાજી ધોની સંભાળી લેશે

Follow us on

એમએસ ધોની અને તેમની ટીમ સાથે દુબઈ પહોંચ્યા બાદ તેને ઘણા ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના બે ખેલાડીઓ અને અન્ય સભ્યોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદના ટુંકાગાળામાં જ ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની 13મી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય લીધો અને દુબઈ છોડીને ભારત પરત ફરી ગયો. ત્યારપછી થોડા દિવસો બાદ સિનિયર સ્પીનર ​​હરભજનસિંહે પણ જાહેરાત કરી કે તે આ સિઝનમાં નહીં રમે. જો કે રૈના ભારત પાછા આવ્યા પહેલા થોડા દિવસો માટે ટીમની સાથે હતો, જ્યારે ભજ્જી સીએસકે સાથે જોડાયો પણ ન હતો. સીએસકે ચોથી વાર ટાઈટલ વિજેતા પર નજર રાખી રહી છે. પરંતુ તેમના આ લક્ષ્યને આંચકો લાગ્યો હતો, કારણ કે ટીમના બે શ્રેષ્ઠ ખેલાડીઓએ નામ પાછા ખેંચી લીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન શ્રીકાંત આમ માનતા નથી. તેમને વિશ્વાસ છે કે ધોની સામના ભરી રીતે ટીમને લીડ કરશે અને આ સિઝનમાં તેની ટીમને મુશ્કેલીમાંથી બહાર રાખશે. શ્રીકાંતે કહ્યું કે સીએસકે ચોક્કસપણે રૈનાની ખોટ સાલસે. તે ખેલાડી અને બેટ્સમેન તરીકે ટીમ માટે ખૂબ મહત્વનો છે સાથે સાથે તે એક ઉત્તમ ફિલ્ડર અને પાર્ટ ટાઈમ બોલર પણ છે. આ સિવાય તે ટીમનો ઉપ-કેપ્ટન છે, જે ધોનીને સંપૂર્ણ ટેકો આપતો હતો. રૈના ટીમમાં હોય તો ટીમને વધારે એનર્જી મળે પણ તેઓ આ બધુ ચીજો ચૂકી ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેમણે હરભજન સિંહ વિશે કહ્યું કે તે યુએઈ સ્પીન ટ્રેક પર ખૂબ અસરકારક સાબિત થયો હોત અને તેથી જ સીએસકેને તેના અનુભવની ખોટ સાલસે. તેણે ગઈ સિઝનમાં આ ટીમ માટે ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું. સીએસકે માટે આ બે મોટા નુકસાન છે અને હવે તે બાબતને પુરી કરવી સંપૂર્ણ રીતે ધોનીના હાથમાં છે. તેઓ આ બાબતને સારી રીતે સંભાળશે. આટલું જ નહીં, આ બંને ટીમમાં ન હોવાની સ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરશે, કારણ કે તેમની પાસે ઘણી સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે મુરલી વિજય માટે આ સારી તક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:22 pm, Sun, 13 September 20

Next Article