IPL 2019નો પહેલા બે અઠવાડીયાનો કાર્યક્રમ જાહેર, જાણો પહેલી મેચ ક્યાં રમાશે અને કઈ ટીમ ક્યારે કોની સાથે ટકરાશે?

|

Feb 19, 2019 | 2:49 PM

IPL 2019નો પહેલા બે અઠવાડીયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. IPL 2019ની શરૂઆત 23 માર્ચથી થશે. IPLનો પ્રથમ મુકાબલો ચેન્નઈ ખાતે રમાવા જઈ રહ્યો છે. પહેલો મુકાબલો ચેન્નઈમાં રમવામાં આવશે, જેમાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટકરાશે. IPLની 11મી સીઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજીવાર […]

IPL 2019નો પહેલા બે અઠવાડીયાનો કાર્યક્રમ જાહેર, જાણો પહેલી મેચ ક્યાં રમાશે અને કઈ ટીમ ક્યારે કોની સાથે ટકરાશે?

Follow us on

IPL 2019નો પહેલા બે અઠવાડીયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. IPL 2019ની શરૂઆત 23 માર્ચથી થશે. IPLનો પ્રથમ મુકાબલો ચેન્નઈ ખાતે રમાવા જઈ રહ્યો છે.

પહેલો મુકાબલો ચેન્નઈમાં રમવામાં આવશે, જેમાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટકરાશે. IPLની 11મી સીઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજીવાર IPL ચેમ્પિયન બન્યું હતું અને મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજી એવી ટીમ બની હતી, જે IPLમાં ચેમ્પિયન ત્રણ વાર બની હોય. આ IPL પહેલા થયેલી હરાજીમાં જયદેવ ઉનડકટને રાજસ્થાન રૉયલ્સે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વરૂણ ચક્રવર્તીને પણ 8.4 કરોડમાં કીંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો છે.

BCCIએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજયોની એજન્સીઓ સાથે વાતચીત કર્યા પછી અમે નિર્ણય કર્યો કે IPLની 12મી સિઝન ભારતમાં જ રમવામાં આવે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખો કાર્યક્રમ જાહેર થશે અને આખી સિઝન આ વખતે ભારતમાં નહીં રમવામાં આવે. આના પહેલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા કે આ વખતે IPLનું આયોજન દુબઈ, દક્ષિણ આફ્રીકા અથવા ઈંગ્લેન્ડમાં કરવામાં આવે. પહેલા પણ ચૂંટણી વખતે IPLનું આયોજન દક્ષિણ આફ્રીકા અને અબુધાબીમાં કરવામાં આવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

IPLનો વિગતવાર કાર્યક્રમ:

મેચ તારીખ/વાર  મેજબાન ટીમ મહેમાન ટીમ સ્થળ
1 23 માર્ચ, શનિવાર CSK RCB ચેન્નઈ
2 24 માર્ચ, રવિવાર KKR SRH કોલકાતા
3 24 માર્ચ, રવિવાર MI DC મુંબઈ
4 25 માર્ચ, સોમવાર RR KXIP જયપુર
5 26 માર્ચ, મંગળવાર DC CSK દિલ્હી
6 27 માર્ચ, બુધવાર KKR KXIP કોલકાતા
7 28 માર્ચ, ગુરૂવાર RCB MI બેંગ્લુરૂ
8 29 માર્ચ, શુક્રવાર SRH RR હૈદરાબાદ
9 30 માર્ચ, શનિવાર KXIP MI મોહાલી
10 30 માર્ચ, શનિવાર DC KKR દિલ્હી
11 31 માર્ચ, રવિવાર SRH RCB હૈદરાબાદ
12 31 માર્ચ, રવિવાર CSK RR ચેન્નઈ
13 01 એપ્રિલ, સોમવાર KXIP DC મોહાલી
14 02 એપ્રિલ, મંગળવાર RR RCB જયપુર
15 03 એપ્રિલ, બુધવાર MI CSK મુંબઈ
16 04 એપ્રિલ, ગુરૂવાર DC SRH દિલ્હી
17 05 એપ્રિલ, શુક્રવાર RCB KKR બેંગ્લુરૂ

 ટીમના પુરા નામ:

CSK ચેન્નઈ સુપર કિંગ્સ
RCB રૉયલ ચેલેન્જર્સ બેંગલોર
KKR કોલકાતા નાઈટ રાઈડર્સ
SRH સનરાઈઝર્સ હૈદરાબાદ
MI મુંબઈ ઈન્ડિયન્સ
DC દિલ્હી કેપીટલ્સ
RR રાજસ્થાન રૉયલ્સ
KXIP કિંગ્સ XI પંજાબ

[yop_poll id=1604]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:46 pm, Tue, 19 February 19

Next Article