CSKએ મહેન્દ્ર સિંહ ધોનીનું કર્યુ સન્માન, ધોનીની પત્નીએ કહ્યું ‘બધાઈ હો થાલા’

|

Apr 26, 2019 | 4:54 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સોથી સફળ કૅપ્ટનમાં થાય છે. તે એક જ એવા કૅપ્ટન છે જેમને ICCની ત્રણે ટૂર્નામેન્ટ 50 ઓવર વલ્ડૅકપ, ટી-20 વલ્ડૅકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. હવે ધોની IPLના સૌથી સફળ કૅપ્ટન છે. તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વખત IPL ટૂર્નામેન્ટ જીતી છે. સાથે જ […]

CSKએ મહેન્દ્ર સિંહ ધોનીનું કર્યુ સન્માન, ધોનીની પત્નીએ કહ્યું બધાઈ હો થાલા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સોથી સફળ કૅપ્ટનમાં થાય છે. તે એક જ એવા કૅપ્ટન છે જેમને ICCની ત્રણે ટૂર્નામેન્ટ 50 ઓવર વલ્ડૅકપ, ટી-20 વલ્ડૅકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

હવે ધોની IPLના સૌથી સફળ કૅપ્ટન છે. તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વખત IPL ટૂર્નામેન્ટ જીતી છે. સાથે જ IPLની દરેક સીઝનમાં CSK પ્લેઓફમાં જગ્યા બનાવી છે. ધોની 100 IPL મેચ જીતવાવાળા પહેલા કૅપ્ટન છે. તેમની કૅપ્ટનશીપમાં ચેન્નાઈએ 2 વાર ચેમ્પિયન્સ લીગ ટી-20નો ખિતાબ તેમના નામે કર્યો છે.

TV9 Gujarati

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

ચેન્નાઈના મેનેજમેન્ટે ધોનીના પ્રદર્શનને સન્માન કરતા તેમની 100મી જીત પર મોમેન્ટો આપ્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન.શ્રીનિવાસને ધોનીને આ એવોર્ડ આપ્યો છે. આ દરમિયાન CSKના મેનેજમેન્ટ અને ટીમના બધા જ ખેલાડીઓ હાજર હતા.

આ પણ વાંચો : સલમાન ખાન અને તેમના બોડીગાર્ડની વિરૂધ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો

ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યુ હતું કે ‘બધાઈ હો થાલા’ તમારા માટે 100 સીટીઓ. IPL 2019ની 25મી મેચમાં રાજસ્થાન રોયલ્સની વિરૂધ્ધ ધોનીની કેપ્ટનશીપમાં 100મી જીત હતી. IPLમાં ધોની અત્યાર સુધી 102 મેચ જીતી ચૂક્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article