INDvsENG: ઓસ્ટ્રેલિયા ફતેહ બાદ હવે ઇંગ્લેંડ સામે જામશે જંગ, જાણો પુરો કાર્યક્રમ

|

Jan 20, 2021 | 12:49 PM

ઇંગ્લેંડની ટીમ બે ટેસ્ટ મેચોની સીરીઝ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) દરમ્યાન પુર્ણ કરીને સીધી જ ભારત (India) પ્રવાસે આવી પહોંચશે. ભારત પ્રવાસે આવનારી ઇંગ્લીંશ ટીમ નો પ્રવાસ થોડોક વધારે લાંબો ચાલનારો છે. ત્રણેય ફોર્મેટની શ્રેણી ઇંગ્લેંડની ટીમ (Team England) ભારતમાં રમનારી છે.

INDvsENG: ઓસ્ટ્રેલિયા ફતેહ બાદ હવે ઇંગ્લેંડ સામે જામશે જંગ, જાણો પુરો કાર્યક્રમ
India-England, File Photo

Follow us on

ઇંગ્લેંડની ટીમ બે ટેસ્ટ મેચોની સીરીઝ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) દરમ્યાન પુર્ણ કરીને સીધી જ ભારત (India) પ્રવાસે આવી પહોંચશે. ભારત પ્રવાસે આવનારી ઇંગ્લીંશ ટીમ નો પ્રવાસ થોડોક વધારે લાંબો ચાલનારો છે. ત્રણેય ફોર્મેટની શ્રેણી ઇંગ્લેંડની ટીમ (Team England) ભારતમાં રમનારી છે. ચાર ટેસ્ટ મેચ ની સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અંતર્ગત રમાનારી છે. ભારત માટે પણ તે સિરીઝ ખૂબ જ મહત્વની બની રહેનારી છે.

ટીમના ઇંગ્લેંડના પ્રવાસની શરુઆત ટેસ્ટ સિરીઝ સાથે થનાર છે. જેની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઇમાં આગામી 5 ફેબ્રુઆરીએ રમાનારી છે. ચારેય ટેસ્ટ મેચ બાદ T20 અને અંતમાં વન ડે શ્રેણી રમાશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને BCCI એ ત્રણેય સીરીઝને ફક્ત 3 સ્થળો સુધી જ સીમીત છે.

ટેસ્ટ સીરીઝની પ્રથમ 2 મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાકીના બંને ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. જેમાં એક ટેસ્ટ મેચ ડે નાઇટ હશે. 12 માર્ચ થી પાંચ મેચની T20 સીરીઝની શરુઆત થશે. જેમાં તમામ પાંચેય મેચનુ આયોજન મોટેરા સ્ટેડીયમમાં રમાશે. 23 માર્ચ થી શરુ થનારી વન ડે સીરીઝની ત્રણેય મેચ પુણેમાં રમાશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ટેસ્ટ સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટઃ ચેન્નાઇ (5-9 ફેબ્રુઆરી)
બીજી ટેસ્ટઃ ચેન્નાઇ (13-17 ફેબ્રુઆરી)
ત્રીજી ટેસ્ટઃ અમદાવાદ (ડે નાઇટ, 24-28 ફેબ્રુઆરી)
ચોથી ટેસ્ટઃ અમદાવાદ (4-8 માર્ચ)

T20 સીરીઝ કાર્યક્રમ ( તમામ મેચ અમદાવાદમાં રમાશે)
પ્રથમ ટી20ઃ 12 માર્ચ
બીજી ટી20ઃ 14 માર્ચ
ત્રીજી ટી20ઃ 16 માર્ચ
ચોથી ટી20ઃ 18 માર્ચ
પાંચમી ટી20ઃ 20 માર્ચ

વન ડે સીરીઝ કાર્યક્રમ (તમામ મેચ પુણેમાં રમાશે)

પ્રથમ વન ડેઃ 23 માર્ચ
બીજી વન ડેઃ 26 માર્ચ
ત્રીજી વન ડેઃ 28 માર્ચ

Published On - 10:52 am, Wed, 20 January 21

Next Article