IND vs AUS: ભારતની જીતથી શોએબ અખ્તર થઇ ઉઠ્યો ખુશ, કહ્યું ઓસ્ટ્રેલીયાને બોરીમાં બાંધીને માર માર્યો

|

Dec 29, 2020 | 11:32 PM

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test)માં ભારતની જીતને લઇને ખુશ છે. ભારતે આઠ વિકેટે જીત મેળવવાને લઇને શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમની ખૂબ સરાહના કરી છે. મલબોર્નમાં ભારતે ઓસ્ટ્રેલીયા (Australia)ને 200 રન પર જ સમેટી લીધુ છે. જેને લઇને ભારતને માત્ર 70 જ રનનુ લક્ષ્ય […]

IND vs AUS: ભારતની જીતથી શોએબ અખ્તર થઇ ઉઠ્યો ખુશ, કહ્યું ઓસ્ટ્રેલીયાને બોરીમાં બાંધીને માર માર્યો

Follow us on

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test)માં ભારતની જીતને લઇને ખુશ છે. ભારતે આઠ વિકેટે જીત મેળવવાને લઇને શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમની ખૂબ સરાહના કરી છે. મલબોર્નમાં ભારતે ઓસ્ટ્રેલીયા (Australia)ને 200 રન પર જ સમેટી લીધુ છે. જેને લઇને ભારતને માત્ર 70 જ રનનુ લક્ષ્ય સામે આવ્યુ હતુ. ભારતે નોટ આઉટ રમતને લઇને આસાન વિજય મેળવ્યો હતો.

આ શાનદાર પરિણામ મળવાને લઇને શોએબ અખ્તરે કહ્યુ કે ભારતે મેલબોર્નમાં પોતાનુ અસલી કેરેકટર દર્શાવ્યુ છે. આ યાદગાર જીતને લઇને રહાણે ને ખૂબ ક્રેડીટ મળવી જોઇએ તેમ પણ તેનુ કહેવુ છે. તેણે કહ્યુ હતુ કે, ભારતે ઓસ્ટ્રેલીયાને એવી રીતે હરાવ્યુ હતુ કે જાણે કે કોઇને બોરીમાં બાંધીને મારતા હોય. મુશ્કેલ સમયમાં ચરિત્રનો ખ્યાલ આવે, ભારતે આમ જ કર્યુ છે.

અખ્તરે આગળ કહ્યુ હતુ કે, આ જ ટીમ ઇન્ડીયાનુ કેરેકટર છે. સૌથી સારી વાત એ છે કે તેમણે આજે દિલેરી અને સાહસ દેખાડ્યુ છે. તેમની પાસે ત્રણ મોટા ખેલાડી નહોતા, પરંતુ તેમને કોઇ ફર્ક ના પડ્યો. અજીંક્ય રહાણેએ ચુપચાપ પોતાનુ કાર્ય કર્યુ છે. આજે તેની સફળતા શોર મચાવી રહી છે. કહે છે ને કે ચુપચાપ કડી મહેનત કરો અને પોતાની સફળતાને અવાજ કરવા દો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પૂર્વ ઝડપી બોલરે કહ્યુ, ભારતે સિરાજને રમાડ્યો. તેણે પાંચ વિકેટ મેળવી હતી. તે હજુ નવ જુવાન છે. જ્યારે તેના પિતા અવસાન પામ્યા તો, તે તેના પિતા પાસે નહી રહી શક્યો. તેણે પોતાની રમત થી પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. પછી ગીલ આવ્યો, નિશ્વિત રુપે તે મોટો ખેલાડી બનશે. આવામાં ભારતે સાહસ અને બહાદુરી દેખાડી છે.

શોએબે કહ્યુ કે, પ્રથમ ટેસ્ટમાં તેમને જે રીતે હાર મળી હતી, તેના થી તેમની આસાન હાર નક્કી હતી. પરંતુ તેણે પાસુ પલટી દીધુ. તે પડકારની આગળ ઉભા થઇ ગયા. જ્યારે ટીમ આવી રીતે રમે છે, તો પછી કોઇ ફર્ક નથી પડતો કે કોણ ક્યા ધર્મ થી કે દેશ થી આવે છે.

Published On - 11:01 pm, Tue, 29 December 20

Next Article