INDvsAUS: શેન વોર્ને ચશ્મા પહેરીને ઋષભ પંતને ટ્રોલ કરવા જતા પ્રશંસકોએ ભરાઇ પાડ્યો

|

Jan 17, 2021 | 2:12 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ બ્રિસબેન મા રમાઇ રહી છે. જે રીતે અગાઉ સિડની ટેસ્ટ (Sydney Test) માં ભારતીય ખેલાડીઓએ રમત દાખવી હતી તે પણ દાદ દેવા સમાન હતી.

INDvsAUS: શેન વોર્ને ચશ્મા પહેરીને ઋષભ પંતને ટ્રોલ કરવા જતા પ્રશંસકોએ ભરાઇ પાડ્યો
પંતને ટ્રોલ કરવા જતા શેન વોર્ન ફેંસના નિશાને ચડ્યો.

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ બ્રિસબેન મા રમાઇ રહી છે. જે રીતે અગાઉ સિડની ટેસ્ટ (Sydney Test) માં ભારતીય ખેલાડીઓએ રમત દાખવી હતી તે પણ દાદ દેવા સમાન હતી. ઋષભ પંતે (Rishabh Pant) પણ સિડનીમાં બીજી ઇનીંગ દરમ્યાન 97 રનની શાનદાર ઇનીંગ રમી હતી. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) મેચના બીજા દિવસની રમત સમાપ્ત થવા બાદ ભારતે 2 વિકેટ ના નુકશાન પર 62 રન બનાવી લીધા હતા. ગાબા ટેસ્ટ (Gabba Test) મેચની કોમેન્ટ્રી દરમ્યાન શેન વોર્ન (Shane Warne) એ ઋષભ પંતને તેના ચશ્માને લઇને ટ્રોલ કર્યો હતો. ત્યાર બાદ તો ભારતીય પ્રશંસકો પણ શેન વોર્નને ટ્રોલ કરવા લાગ્યા હતા.

ફોક્સ બ્રોડકાસ્ટિંગ સર્વિસ સેન્ટર દ્રારા એક તસ્વીર શેર કરવામાં આવી હતી. જેમાં પંત અને વોર્ન ચશ્મા લગાવેલા જોવા મળી રહ્યા હતા. આ તસ્વીરને રીટ્વીટ કરતા શેન વોર્ને કોમેન્ટ પણ લખી હતી. વોર્ને લખ્યુ કે, જેવી મે કોમેન્ટ કરી હતી, કે અમારા બધા પાસે આવા ચશ્મા હોય છે. ત્યાર બાદ વોર્નેએ એક તસ્વીર ટ્વીટર પર શેર કરી હતી, જેમા તે બધા થી અલગ જોવા મળી રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બ્રિસબેન ટેસ્ટ મેચ દરમ્યાન જેવુ શેન વોર્ને પંતના ચશ્માને લઇને મજાક ઉડાવવાની શરુ કરી, તેવા જ ભારતીય પ્રશંસકો પણ વોર્નને સલાહ આપવા લાગી ગયા હતા. વોર્નને પ્રશંસકો એ સલાહ આપી હતી કે પહેલા પેનને ચુપ કરાવો. પંત ગાબા ટેસ્ટ મેચની પ્રથમ પારીમાં વિકેટ પાછળ થી સતત ભારતીય બોલરોના હોંસલાને વધારી રહ્યો હતો. જે વોર્નને પસંદ નહોતુ આવ્યુ.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. જે ટીમ ગાબા ટેસ્ટ મેચને જીતવામાં સફળ થઇ શકશે, તેનો સીરીઝ પર કબ્જો હશે. બીજા દિવસની રમત દરમ્યાન ઓસ્ટ્રેલીયાની પારી 369 રન પર સમેટાઇ હતી. ભારત જો બ્રિસબેન ટેસ્ટને ડ્રો કરી લેશે, તો બોર્ડર ગાવાસ્કર ટ્રોફી તેની પાસે રહેશે.

Next Article