INDvsAUS: રોહિત શર્માએ સ્લિપમાં વોર્નરનો જબરદસ્ત કેચ ઝડપ્યો, સોશિયલ મિડીયામાં ફેન ખુશ, જુઓ વિડીયો

|

Jan 15, 2021 | 9:43 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેન (Brisbane Test) માં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેન (Tim Penn) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારુ ટીમની શરુઆતી હાલત આમતો સારી રહી નહોતી.

INDvsAUS: રોહિત શર્માએ સ્લિપમાં વોર્નરનો જબરદસ્ત કેચ ઝડપ્યો, સોશિયલ મિડીયામાં ફેન ખુશ, જુઓ વિડીયો
રોહિત શર્માએ સ્લિપમાં ઝડપ્યો જબરદસ્ત કેચ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેન (Brisbane Test) માં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેન (Tim Penn) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારુ ટીમની શરુઆતી હાલત આમતો સારી રહી નહોતી. ડેવિડ વોર્નર (David Warner) એક રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. મહંમદ સિરાજે (Mohammad Siraj) મેચની પ્રથમ ઓવરમાં જ વોર્નરની વિકેટ ઝડપી હતી. સિરાજના બોલ પર બીજી સ્લિપ પર ઉભા રહેલા રોહિત શર્મા (Rohit Sharma) એ વોર્નરનો શાનદાર કેચ ઝડપ્યો હતો. રોહિતનો આ જબરદસ્ત કેચ બાદ ટ્વિટર પર ફેન્સ ખૂબ તારીફ કરી રહ્યા છે.

ખભાની ઇજા બાદ વિલ પુલોવસ્કી આ મેચમાં રમી નથી રહ્યો અને તેના સ્થાન પર માર્કસ હેરીસ ને ઓપનર તરીકે મોકો મળ્યો છે. હેરિસ અને વોર્નર બંનેએ ઓસ્ટ્રેલીયા તરફ થી રમતની શરુઆત કરી હતી. સિરાજની પ્રથમ ઓવરના છઠ્ઠા બોલને ડેવિડ વોર્નર સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. બોલ વોર્નરના બેટના અંદરના કિનારાને સ્પર્શીને બીજી સ્લિપમાં પહોંચ્યો હતો. જયાં ફિલ્ડીંગ કરી રહેલા રોહિત શર્મા એ ડાઇવ લગાવીને વોર્નરનો જબરદસ્ત કેચ પકડ્યો હતો. ઓસ્ટ્રેલીયાના ઓપનર બેટ્સમેનનો શાનદાર કેચ ઝડપવાને લઇને તે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

https://twitter.com/KirketVideos/status/1349870824120078336?s=20

https://twitter.com/JitRo45/status/1349873379654967296?s=20

https://twitter.com/LoyalSachinFan/status/1349870525909110785?s=20

Next Article