INDvsAUS: કોહલીની ગેરહાજરીમાં હવે આ બેટ્સમેનને ટાર્ગેટ કરીશુ, ઓસ્ટ્રેલિયન કોચ લેંગર

|

Dec 25, 2020 | 9:53 AM

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયા (Australia) ના પ્રવાસે છે, જ્યા ટેસ્ટ સીરીઝ રમી રહી છે. બોર્ડર-ગાવાસ્કર (Border-Gavaskar) ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ભારત 8 વિકેટે હારી ચુક્યુ છે. પ્રથમ મેચની બીજી પારીમાં ભારત માત્ર 36 રન પર જ સમેટાઇ ગયુ હતુ. બીજી ટેસ્ટમાં પણ ભારતીય બેટ્સમેનોએ ફરી એક વાર ઓસ્ટ્રેલીયાની મજબૂત બોલીંગ આક્રમણનો સામનો કરવાનો છે. ઓસ્ટ્રેલીયાની […]

INDvsAUS: કોહલીની ગેરહાજરીમાં હવે આ બેટ્સમેનને ટાર્ગેટ કરીશુ, ઓસ્ટ્રેલિયન કોચ લેંગર

Follow us on

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયા (Australia) ના પ્રવાસે છે, જ્યા ટેસ્ટ સીરીઝ રમી રહી છે. બોર્ડર-ગાવાસ્કર (Border-Gavaskar) ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ભારત 8 વિકેટે હારી ચુક્યુ છે. પ્રથમ મેચની બીજી પારીમાં ભારત માત્ર 36 રન પર જ સમેટાઇ ગયુ હતુ. બીજી ટેસ્ટમાં પણ ભારતીય બેટ્સમેનોએ ફરી એક વાર ઓસ્ટ્રેલીયાની મજબૂત બોલીંગ આક્રમણનો સામનો કરવાનો છે. ઓસ્ટ્રેલીયાની ટીમના કોચ જસ્ટિન લેંગર (Justin Langer) નુ કહેવુ છે કે, બીજી ટેસ્ટમાં તેમના બોલર અજીંક્ય રહાણેને (Ajinkya Rahane) ટાર્ગેટ કરશે.

વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં લેંગરે કહ્યુ હતુ, જો કોઇ રમત રમો છો અને તેમાં જો તમે મહત્વના બે ખેલાડીને હટાવી લો છો. તો નિશ્વિત રુપે તે આપના માટે ફાયદાકારક હશે. તેમણે કહ્યુ કે પ્રથમ દિવસે અમારે રહાણે પર દબાવ બનાવવો પડશે. કારણ કે ભારતીય ટીમનો તે નવો કેપ્ટન હશે. જ્યારે આપ કોઇ શ્રેષ્ઠ ખેલાડીને હટાવો છો તો તમે તેને કમજોર કરી દો છો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ આવતીકાલે શનિવાર થી મેલબોર્નમાં રમાનારી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની ગેરહાજરીમાં અજીંક્ય રહાણે ટીમની આગેવાની સંભાળશે. ભારત ચાર મેચની સીરીઝમાં 0-1 થી પાછળ ચાલી રહ્યુ છે.

Next Article