INDvsAUS: Boxing Day Testને લઇને શેન વોર્નની ભવિષ્ય વાણી, કહ્યુ કોણ જીતશે બાજી

|

Dec 24, 2020 | 7:16 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા (Australia) કે વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ (Test Series) ની બીજી મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન (Melbourne) માં રમાશે. એડીલેડ (Adelaide)માં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની 8 વિકેટે હાર થઇ હતી. ઓસ્ટ્રેલીયાનાં બોલીંગ આક્રમણ સામે ભારતીય બેટીંગ પત્તાની માફક જ વિખરાઇ ગઇ હતી. બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ભારતના નિયમીત કેપ્ટન […]

INDvsAUS: Boxing Day Testને લઇને શેન વોર્નની ભવિષ્ય વાણી, કહ્યુ કોણ જીતશે બાજી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા (Australia) કે વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ (Test Series) ની બીજી મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન (Melbourne) માં રમાશે. એડીલેડ (Adelaide)માં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની 8 વિકેટે હાર થઇ હતી. ઓસ્ટ્રેલીયાનાં બોલીંગ આક્રમણ સામે ભારતીય બેટીંગ પત્તાની માફક જ વિખરાઇ ગઇ હતી. બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ભારતના નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાજર નથી. તે પેટરનીટી લીવ (Paternity leave) પર સ્વદેશ પરત ફર્યો છે. કોહલીની ગેરહાજરીમાં અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ટીમની આગેવાની કરશે. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયાના પૂર્વ સ્પિનર શેન વોર્ને (Shane Warne) બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) મેચના પરીણામને લઇને ભવિષ્ય વાણી કરી છે.

શેનવોર્નએ કહ્યુ છે કે, ઓસ્ટ્રેલીયા મેલબોર્નમાં રમાનારી ટેસ્ટ મેચને આસાની થી પોતાના પક્ષે કરી લેશે. કારણ કે ભારતીય ટીમ હજુ પણ એડિલેડ ટેસ્ટના હારના સદમામાં છે. ફોક્સ ક્રિકેટ સાથે વાતચીત કરવા દરમ્યાન શેન વોર્ને કહ્યુ, મને લાગે છે કે ઓસ્ટ્રેલીયા આસાની થી તેમની સામે જીત નોંધાવી લેશે. હું પહેલા પણ કહી ચુક્યો છુ કે, તેમની પાસે કેટલાક ક્લાસ ખેલાડી છે. જેમનુ આવવુ બાકી છે, જેમ કે કેએલ રાહુલ. યુવા બેટ્સમેન શુભમન ગીલ આવશે, અજીંક્ય રહાણે એક ક્લાસ એક્ટ છે. અમે જાણીએ છીએ પુજારા પણ કંઇક કરી શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં 700 થી વધુ વિકેટ પોતાના નામે કરનારો સ્પિન બોલરે મહંમદ શામી પર વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, મહંમદ શામી એક મોટો ઝટકો છે. તે એક શાનદાર બોલર છે. જો મેલબોર્નની કંડિશન ના હિસાબ થી બોલરોને જુઓ છો તો, ડ્રોપ ઇન પીચ પર શામી સીમ ને હિટ કરે છે. એક સારી લેન્થ સાથે સીધી બોલીંગ કરી શકતો હતો. વોર્નએ એ઼ડિલેડ ટેસ્ટ મેચમાં ભારતની બેટીંગ ફ્લોપ થવા પર કહ્યુ, તેના માટે તમારે ઓસ્ટ્રેલીયાઇ બોલરોને શ્રેય આપવો પડે, જેઓએ આ રીતની બોલીંગ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article