Tokyo Olympics 2020 : હૉકીમાં ભારતની દમદાર જીત, ડિફેંડિંગ ચેમ્પિયન અર્જેન્ટીનાને આપી મ્હાત

|

Jul 29, 2021 | 12:39 PM

Tokyo Olympics 2020: અર્જેન્ટીનાને (Argentina) હરાવ્યા બાદ ભારત પોતાના ગ્રુપની ટૉપ 2 ટીમમાં સામેલ છે. ગ્રુપ સ્ટેજ પર તેમની છેલ્લી મેચ હવે જાપાન સાથે 30 જુલાઇએ થશે.

Tokyo Olympics 2020 : હૉકીમાં ભારતની દમદાર જીત, ડિફેંડિંગ ચેમ્પિયન અર્જેન્ટીનાને આપી મ્હાત
Indian Hockey Team

Follow us on

Tokyo Olympics 2020 :  ભારતે પોતાની આક્રામક હૉકીના (Indian Hockey Team) દમ પર રિયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટને 1 સામે 3 ગોલ કરીને હાર આપી. અર્જેન્ટીનાને (Argentina) હરાવ્યા બાદ ભારત પોતાના ગ્રુપની ટૉપ 2 ટીમમાં સામેલ છે. ગ્રુપ સ્ટેજ પર તેમની છેલ્લી મેચ હવે જાપાન સાથે 30 જુલાઇએ થશે. પરંતુ તેમણે અર્જેન્ટીના સામે જોરદાર જીત મેળવી છે. ભારત અને અર્જેન્ટીના વચ્ચે મુકાબલો રોમાંચક રહ્યો.

છેલ્લા ક્વાર્ટરમાં જઇને જોર પકડ્યુ. ચોથા ક્વાર્ટરમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો. પરંતુ અંતે ભારતીય ખેલાડીએ પોતાના ઉત્સાહત સાથે મેચ પોતાના નામે કરી. મેચમાં ભારત માટે 3 ગોલ વરુણ કુમાર, વિવેક અને હરમને કર્યા. ટોક્યો ઓલિમ્પિકમાં હરમન અત્યારે 3 ગોલ કરી ચૂક્યા છે.

ભારત અને અર્જેન્ટીના વચ્ચે પહેલા બે ક્વાર્ટરની રમત રહી ગોલ વગર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારત અને અર્જેન્ટીના વચ્ચે પહેલા બે ક્વાર્ટરની રમત ગોલ વગરની રહી. વિરોધી ટીમ સામે દબાવ બનાવી રાખ્યો. મેચની 8મી મિનટમાં ભારતીય ખેલાડી સુમિતને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યુ. જેના કારણે તેઓ 2 મિનિટ સુધી મુકાબલાથી બહાર રહ્યા. પહેલા બે ક્વાર્ટરમાં 60 ટકા પોઝિશન બોલ પર ભારતની રહી. વધારે સમય મેચ અર્જેન્ટીનાના હાફમાં રમાઇ. ભારતીય ટીમ પહેલા બે ક્વાર્ટરમાં ગોલ ન કરી શકી.

ભારત ત્રીજા ક્વાર્ટરમાં લીડ કરવામાં સફળ રહ્યુ

મેચના ત્રીજા ક્વાર્ટરમાં ભારત 1-0ની લીડ કરવામાં સફળ રહ્યુ. ભારત માટે આ ગોલ વરુણ કુમારે 43મી મિનિટમાં પેનલ્ટી કોર્નરમાં કર્યો. ભારતીય ટીમના આ ગોલ સાથે જ મેચનો ત્રીજો ક્વાર્ટર પૂર્ણ થયો. ચોથા ક્વાર્ટરમાં બંને ટીમે પોતાનુ જોર લગાવ્યુ. મેચની 48મી મિનિટમાં અર્જેન્ટીનાને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર કેસેલાએ ગોલ કર્યો. મેચને બરાબરી પર લાવીને મૂકી દીધી.

રોમાંચક રહ્યો મુકાબલો

હવે મુકાબલો એકવાર ફરી બરાબરી પર હતો, ધડકારા વધી રહ્યા હતા. અર્જેન્ટીનાની જીત ભારત કરતા વધારે જરુરી હતી. પરંતુ ડિફેંડિંગ ચેમ્પિયન સામે 2 મિનિટના અંદર ગોલ કરીને ભારતે મુકાબલો પોતાના નામે કરી લીધો. ભારત માટે 58મી મિનિટમાં વિવેકે ગોલ કર્યો. જ્યારે 59 મિનિટમાં હરમને ગોલ કર્યો ભારતની જીત નક્કી થઇ ગઇ.

Next Article