ભારતીય બોલરો શ્રીલંકા સામે જબરદસ્ત પ્રદર્શન કરવાને લઈ શ્રીલંકાની ટીમને મર્યાદીત સ્કોર પર જ રોકી દેવામાં સફળતા મળી હતી. શરુઆતની ઓવર્સમાં શ્રીલંકન બેટર્સે ભારતીય બોલર્સ સામે બેટ ખોલીને રમત દર્શાવી હતી. એક સમયે મજબૂત સ્કોર ખડકાશે એમ લાગી રહ્યું હતુ. જોકે હવે ભારતે 9 વિકેટ ઝડપીને 20 ઓવરના અંતે શ્રીલંકાને 161 રન પર જ રોકી લીધું હતુ. જવાબમાં ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા માટે મેદાને ઉતરતા વરસાદે વિઘ્ન સર્જ્યું હતુ. ભારતનો બીજી મેચમાં 7 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી અજેય રહ્યું હતું.
India ensure series victory with second win in a row #SLvIND: https://t.co/ruw5VGncoa pic.twitter.com/YNmzxFIhI8
— ICC (@ICC) July 28, 2024
વરસાદે શરુઆતથી જ રવિવારે પરેશાની સર્જી હતી. મેચ શરુ થવા પહેલા જ વરસાદ વરસવાને લઈ મેદાનમાં કવર્સ ઢાંકવા પડ્યા હતા. જોકે વરસાદને લઈ ટોસ 45 મિનિટ મોડો થયો હતો. ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરવું પડ્યું હતું.
ટીમ ઈન્ડિયાએ બેટિંગ ઈનિંગ શરુ કરીને ટાર્ગેટનો પિછો શરુ કર્યો હતો. દાસુન શનાકા પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. પ્રથમ બોલ ખાલી રહ્યા બાદ બીજા બોલ પર 2 રન ઓપનર યશસ્વી જયસ્વાલે લીધા હતા. ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ત્રણ બોલની રમત થતા જ વરસાદ ધોધમાર વરસવો શરુ થતા જ મેદાનમાં ફરી કવર્સ ઢાંકવા પડ્યા હતા. લગભગ એક કલાક જેટલો સમય વરસાદે ખરાબ કર્યા બાદ 10.45 એ ફરી મેચ શરુ થઈ હતી.
જોકે મેચ શરુ થતા પહેલા DLS મુજબ ભારત સામે નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મેચની 12 ઓવર વરસાદના વિઘ્નને લઈ કપાઈ ગઈ હતી. આમ ભારત સામે 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ભારતે નવા લક્ષ્યને પાર કરવા માટે બેટિંગ શરુ કરી હતી. જ્યાં બીજી ઓવરના પ્રથમ બોલ પર જ ઓપનિંગમાં આવેલ સંજૂ સેમસને વિકેટ ગુમાવી હતી. મહિશ થિક્ષણા ઓવર લઈને આવ્યો હતો. તેણે ઓફ સ્ટંપ પર નાંખેલ બોલ બેટ અને પેડ વચ્ચેથી નિકળ્યો હતો અને સ્ટંપને અથડાયો હતો. આમ ગોલ્ડન ડક વિકેટ સેમસને ગુમાવી હતી.
ઓપનર યશસ્વી જયસ્વાલ અને સુકાની સૂર્યકુમાર યાદવે ઓપનર સંજૂ સેમસનની વિકેટ બાદ રમતને સંભાળી હતી. બંનેએ આક્રમક રમત દર્શાવી હતી. સૂર્યાએ 1 છગ્ગો અને 4 ચોગ્ગોની મદદ વડે 12 બોલમાં 26 રન ફટકાર્યા હતા. છગ્ગો ફટકાર્યા બાદ આગળના બોલ પર ફરી મોટો શોટ રમવા જતા કેચ ઝડપાયો હતો.
જયસ્વાલ 15 બોલમાં 30 રન નોંધાવીને આઉટ થયો હતો. તે ડિપ મિડવિકેટ પર દાસુન શનાકાના હાથે કેચ ઝડપાયો હતો. જયસ્વાલે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જયસ્વાલની વિકેટ ગુમાવવા સમયે ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી. આમ લક્ષ્ય હવે નજીવા અંતરે દૂર રહ્યું હતુ. જેને હાર્દિક પંડ્યા અને રિષભ પંતે આસાનીથી પાર કરી લીધુ હતુ. ભારતે 7 વિકેટથી જીત નોંધાવી હતી.
Published On - 11:19 pm, Sun, 28 July 24