IND vs NZ: માત્ર 32 બોલમાં 76 રન બનાવ્યા, તો પછી કેપ્ટન સૂર્યકુમાર ઈશાન કિશન પર કેમ થયો ગુસ્સે?

ઈશાન કિશને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે રીતે પરફોર્મ કરી અડધી સદી બનાવી તે જોઈને બધા જ ખુશ થઈ ગયા. જોકે, આ ઇનિંગ દરમિયાન, સૂર્યકુમાર ઈશાન પર ગુસ્સે થઈ ગયા હતા, અને તેમણે મેચ પછી આ વાતનો ખુલાસો કર્યો.

IND vs NZ: માત્ર 32 બોલમાં 76 રન બનાવ્યા, તો પછી કેપ્ટન સૂર્યકુમાર ઈશાન કિશન પર કેમ થયો ગુસ્સે?
IND vs NZ
| Updated on: Jan 24, 2026 | 11:00 AM

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સતત બીજી T20I જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે. રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં, ટીમ ઈન્ડિયાએ માત્ર 92 બોલમાં 209 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ જીતમાં ભારતીય ટીમ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા, 37 બોલમાં 82 રન બનાવ્યા. જોકે, જીતનો વાસ્તવિક પાયો ઈશાન કિશન દ્વારા નાખવામાં આવ્યો હતો, તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે રીતે પરફોર્મ કરી અડધી સદી બનાવી તે જોઈને બધા જ ખુશ થઈ ગયા. જોકે, આ ઇનિંગ દરમિયાન, સૂર્યકુમાર ઈશાન પર ગુસ્સે થઈ ગયા હતા, અને તેમણે મેચ પછી આ વાતનો ખુલાસો કર્યો.

ઈશાનની તોફાની ઇનિંગ્સ

આ મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે બંને વિસ્ફોટક ઓપનરોની વિકેટ માત્ર 6 રનમાં ગુમાવી દીધી હતી. આ છતાં, ઈશાન કિશને જવાબદારી સંભાળી અને ન્યુઝીલેન્ડ સામે પરફોર્મ કર્યું અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. પરિણામ એ આવ્યું કે પાવરપ્લેમાં ભારતનો સ્કોર 75 રન સુધી પહોંચી ગયો, જેમાં ઇશાનની અડધી સદી માત્ર 21 બોલમાં જ પૂર્ણ થઈ ગઈ. ટીમ ઇન્ડિયાએ ટૂંક સમયમાં જ 8.1 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી દીધો હતો.

ઇશાન 10મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો, જ્યારે તે ઇશ સોઢીના બોલ પર સિક્સર મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ડાબા હાથના બેટ્સમેને માત્ર 32 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગા સહિત 76 રન બનાવ્યા. આવી ઇનિંગથી કેપ્ટન સૂર્યકુમાર સહિત બધા ખુશ થયા. જોકે, જ્યારે ઇશાન કિવી બોલરોને ફટકારી રહ્યો હતો, ત્યારે ભારતીય કેપ્ટન તેના પર ગુસ્સે હતો, અને તેનું એક ચોક્કસ કારણ છે.

તો કેપ્ટન સૂર્યા ગુસ્સે કેમ થયો?

હકીકતમાં, જ્યારે બંને બેટ્સમેન ક્રીઝ પર હતા, ત્યારે ઇશાન પાસે મોટાભાગે સ્ટ્રાઇક હતી, અને ભારતીય કેપ્ટન મોટે ભાગે નોન-સ્ટ્રાઇક એન્ડ પર હતો. આનાથી તે બેટિંગ કરી શકતો ન હતો. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે બંનેએ 9મી ઓવરમાં માત્ર 43 બોલમાં 100 રનની ભાગીદારી કરી, ત્યારે ઇશાને 31 બોલ રમ્યા હતા અને 76 રન બનાવ્યા હતા. બીજી તરફ, સૂર્યાએ ફક્ત 13 બોલ રમ્યા હતા અને ભાગીદારીમાં ફક્ત 19 રન બનાવ્યા હતા.

ભારતીય કેપ્ટને મેચ પછી હળવાશથી કહ્યું, “હું તેના પર ગુસ્સે હતો કારણ કે તે મને પાવરપ્લેમાં સ્ટ્રાઇક આપી રહ્યો ન હતો, પરંતુ હું પરિસ્થિતિને સમજ્યો… હું નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો છું, સારો બ્રેક લીધો હતો, અને આ મેચ પહેલા પ્રેક્ટિસ સત્ર પણ સારું રહ્યું હતું.”

Breaking News : આખરે કેપ્ટને બતાવ્યો જલવો, Ind vs NZ મેચમાં 20 ઓવરનો ખેલ 15 ઓવરમાં સમેટી લીધો, ભારતીય ટીમે મેળવી જીત, આ સ્ટોરી વાચંવા અહીં ક્લિક કરો 

Published On - 10:57 am, Sat, 24 January 26