IND vs SL : ભારત-શ્રીલંકાની બીજી વનડે દરમિયાન કોલંબોમાં વરસાદની શક્યતા

|

Jul 20, 2021 | 2:01 PM

IND vs SL : કોલંબોમાં આજે થનારી ભારત-શ્રીલંકાની બીજી વનડે પહેલા ખબર સારી નથી. કોલંબોમાં મેચ દરમિયાન વરસાદ આવવાના આસાર છે. જો આવુ થયુ તો કેટલી મેચ થશે તે મોટો સવાલ છે.

IND vs SL : ભારત-શ્રીલંકાની બીજી વનડે દરમિયાન કોલંબોમાં વરસાદની શક્યતા
સાંકેતિક તસ્વીર

Follow us on

કોલંબોમાં આજે થનારી ભારત-શ્રીલંકાની બીજી વનડે પહેલા ખબર સારી નથી. કોલંબોમાં મેચ દરમિયાન વરસાદ આવવાના આસાર છે. જો આવુ થયુ તો કેટલી મેચ થશે તે મોટો સવાલ છે. ભારતીય ફેન્સે તાજેતરમાં જ વરસાદના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલની મઝા ખરાબ થતા જોઇ છે. એવામાં જો આજે બીજી વનડેમાં જો વરસાદ આવશે તે ફેન્સને નહી ગમે.

વરસાદ વરસ્યો તો બૉલિંગ નહીં હોય સરળ

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ડે-નાઇટ થવાની છે. આપને જણાવી દઇએ કે ફેન્સને આશા છે કે તેમને સંપૂર્ણ મેચ જોવા મળશે. જો કે એક્યુવેધર ડૉટ કોમ પ્રમાણે કોલંબોમાં મેચ દરમિયાન આકાશમાં સતત વાદળો છવાયેલા રહેશે. એટલે કે વરસાદના આસાર પણ બન્યા રહેશે. વેધર રિપોર્ટ પ્રમાણે દિવસે વરસાદના આસાર નથી. પરંતુ સાંજના સમયે વરસાદ વરસી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વરસાદ વરસ્યો તો બીજી ઇનિંગમાં બોલિંગ સરળ નહી હોય એવામાં ટૉસની ભૂમિકા બીજી વનડેમાં મહત્વપૂર્ણ રહેશે. કોલંબમાં આજે જે ટીમ ટૉસ જીતશે તે પહેલા બેટિંગ કરવા ઇચ્છશે.

ભારત પાસે સીરીઝ જીતવાનો મોકો 

આપને જણાવી દઇએ કે શ્રીલંકા સામે 3 વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0 થી આગળ છે. પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યુ હતુ. 263 રનના આપેલા લક્ષને 80 બૉલમાં જ ચેઝ કરી લીધો હતો. આજે બીજી વનડેમાં પણ જો ટીમ ઇન્ડિયા જીત નોંધાવે છે તો તે 2-0 ની લીડ સાથે સીરીઝ પર કબ્જો કરી શકે છે. જો એમ થયુ તો શ્રીલંકા સામે ભારત 1982 બાદ અત્યાર સુધી 14 મી વનડે સીરીઝ જીત હશે.

Next Article