Breaking News: સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટમાં ભારતને ખરાબ રીતે હરાવ્યું

India vs South Africa,1st Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટનું પરિણામ 3 દિવસમાં સામે આવ્યું છે. કોલકાતામાં રમાયેલી આ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને હરાવી 53 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

Breaking News: સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટમાં ભારતને ખરાબ રીતે હરાવ્યું
| Updated on: Nov 16, 2025 | 2:41 PM

India vs South Africa : સાઉથ આફ્રિકાએ ભારત વિરુદ્ધ પહેલી ટેસ્ટ જીતી લીધી છે. તેમણે ભારતીય ટીમને કોલકાતામાં રમાયેલી ટેસ્ટમાં હરાવી છે. આ શાનદાર જીત સાથે સાઉથ આફ્રિકાએ 2 ટેસ્ટની સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે. સાથે ઈડન ગાર્ડન્સમાં 53 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.

સાઉથ આફ્રિકાએ બનાવ્યો આ રેકોર્ડ

સાઉથ આફ્રિકાએ ભારત સામે જીતવા માટે 124 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ટાર્ગેટ જોવામાં તો ખુબ મોટો લાગતો ન હતો પરંતુ ઈડન ગાર્ડનમાં આ સ્કોર ભારતીય ટીમને ખુબ મોટો લાગ્યો હતો. ભારતીય ટીમ આ સ્કોર ચેજ કરી શકી નહી. સાઉથ આફ્રિકાની ટીમે 124 રન ડિફેન્ડ કરી 53 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે.

સાઉથ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું

124 રનનો પીછો કરતા ભારતીય ટીમ બીજી ઈનિગ્સમાં 100 રન પણ બનાવી શકી નહી. કેપ્ટન શુભમન ગિલ ન હોવાનો ઝટકો ટીમને પહેલા જ લાગી ગયો હતો. ત્યારબાદ 9 વિકેટ બીજી ઈનિગ્સમાં માત્ર 93 રન પર પડી છે. પરિણામ એ આવ્યું કે, સાઉથ આફ્રિકાએ 30 રનથી મેચ જીતી છે. આ સાથે ભારતમાં 15 વર્ષ બાદ પહેલી ટેસ્ટ જીતી છે.જો આપણે ટેસ્ટ મેચની વાત કરીએ તો સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિગ્સમાં 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પહેલી ઈનિગ્સમાં 189 રન બનાવ્યા અને 30 રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાની ટીમે બીજી ઈનિગ્સમાં 154 રન બનાવ્યા હતા. ભારતને 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ આ ટાર્ગેટ આગળ ફ્લોપ રહી હતી.

કોલકાતામાં રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું હતું. આ સાથે, તેઓએ બે ટેસ્ટની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી હતી.

 

 

 

પહેલી ઈનિગ્સમાં ઈજાગ્રસ્ત થયો ગિલ

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ પહેલી ઈનિગ્સમાં ઈજાગ્રસ્ત થયો હતો અને 3 બોલ રમી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેને ગરદનમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

 

Published On - 2:23 pm, Sun, 16 November 25