
ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ ભારત આવીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતવાની રાહ જોતી સાઉથ આફ્રિકાની ટીમને અંતે સફળતા મળી છે. ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને માત્ર 140 રન પર સમેટાઈ હતી અને સાઉથ આફ્રિકાએ 408 રનના રેકોર્ડ અંતરથી જીત નોંધાવી હતી. આ સાથે તેમણે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. આ ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર છે. જ્યારે સાઉથ આફ્રિકાએ 2000 બાદ પહેલી વખત ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી છે.
ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને છેલ્લા દિવસે જીતવા માટે 522 રનની જરુર હતી. જ્યારે તેની પાસે 8 વિકેટ હતી. પહેલા તો જીતવાના ચાન્સ જોવા મળી રહ્યા હતા.પરંતુ ધીમે ધીમે આ સીરિઝ ભારતીય ટીમના હાથમાંથી નીકળતી જોવા મળી હતી.સાઉથ આફ્રિકાએ દિવસના પહેલા સેશનમાં કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ અને પંતને પેવેલિયન મોકલ્યો હતો.આ 3 ખેલાડીઓને ઓફ સ્પિનર સાયમન હાર્મરે પોતાનો શિકાર બનાવ્યો હતો. જે પહેલા ટેસ્ટથી ટીમ ઈન્ડિયા માટે આફત રહ્યો હતો. આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા પંતની વિકેટ સૌથી મોટો ઝટકો હતો.
સાઉથ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં આખી ભારતીય ટીમ માત્ર 140 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 54 રન બનાવ્યા.આ રીતે 549 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 408 રનના મોટા અંતરથી હારી હતી. આ ટેસ્ટ ક્રિકેટમાં રન મામલે ભારતની સૌથી મોટી હાર છે. આટલું જ નહી 2024 પહેલા ટીમ ઈન્ડિયાને ઘર આંગણે એક વખત ફરી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે.આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હાલત ખરાબ થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાને જબરદસ્ત ફાયદો થયો છે.
Published On - 1:02 pm, Wed, 26 November 25