IND vs PAK, T20 World Cup 2021: દુબઈમાં ધોની અને રાહુલને મેચ હારવાની ઓફર ! આખો મામલો કેમેરામાં કેદ થયો

|

Oct 24, 2021 | 1:05 PM

આ વીડિયો 23 ઓક્ટોબરનો છે જેમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર એમએસ ધોની અને બેટ્સમેન કેએલ રાહુલને મેચ હારી જવાની ઓપન ઓફર કરવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે બંને ટ્રેનિંગ બાદ ગ્રાઉન્ડ પરથી હોટલ તરફ જઈ રહ્યા હતા.

IND vs PAK, T20 World Cup 2021: દુબઈમાં ધોની અને રાહુલને મેચ હારવાની ઓફર ! આખો મામલો કેમેરામાં કેદ થયો
દુબઈમાં ધોની અને રાહુલને મેચ હારવાની ઓફર

Follow us on

IND vs PAK, T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. પરંતુ તે પહેલા એક વીડિયોએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.

આ વીડિયો 23 ઓક્ટોબરનો છે જેમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર એમએસ ધોની (MS Dhoni) અને બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul)ને મેચ હારી જવાની ઓપન ઓફર કરવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે બંને ટ્રેનિંગ બાદ ગ્રાઉન્ડ પરથી હોટલ તરફ જઈ રહ્યા હતા. તેની સામે આવેલા આ પ્રસ્તાવનો ધોનીએ પણ યોગ્ય જવાબ આપ્યો છે. આ આખા મામલામાં વધારે ગંભીર થવાની જરૂર નથી કારણ કે જે પણ થયું તે માત્ર હાસ્યનો એક ભાગ હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જ્યારે ટીમ ઈન્ડિયા ટ્રેનિંગમાંથી પરત ફરી રહી હતી ત્યારે પાકિસ્તાનની એન્કર તે ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી રહી હતી. આ દરમિયાન તેની નજર સૌથી પહેલા કેએલ રાહુલ પર પડી. રાહુલને જોઈને (Pakistani Journalist) તેને કહ્યું કે, પાકિસ્તાન સામે સારી બેટિંગ ન કરો. રાહુલને કહ્યું- મહેરબાની કરીને કાલે સારું રમશો નહીં.

ધોનીએ મેચ હારવાની ઓફરને યોગ્ય જવાબ આપ્યો

આ પછી તેણે ધોનીને કહ્યું કે, પાકિસ્તાન (Pakistani) સામેની મેચમાં નહીં. પરંતુ ધોની રાહુલની જેમ ચૂપ ન રહ્યો. તેણે પાકિસ્તાની પત્રકારની વાતનો જડબાતોડ જવાબ આપ્યો. ધોનીએ સ્પષ્ટ કહ્યું- ‘આ મારું કામ છે.’ ધોનીએ અલબત્ત નામ ન લીધું પરંતુ તેનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. તેમણે કહેવાનો અર્થ પાકિસ્તાનને હરાવવાનું કામ હતું.

ભારત સામે જીતની આશામાં પાકિસ્તાનીઓ

ભારતીય ખેલાડી (Indian Player)ઓ સાથે હાસ્યની પળો વિતાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે (Pakistani Journalist) તેમની ટીમ સાથે વાત પણ કરી હતી. તેણે પોતાની ટીમને ભારત સામેની મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાની ટીમ (Pakistan Team) ટ્રેનિંગ બાદ હોટેલ પરત ફરી રહી હતી ત્યારે પણ આ ઘટના બની હતી.

 

આ પણ વાંચો : IND vs PAK, T20 World Cup 2021: આ હશે પાકિસ્તાન સામે ભારતની પ્લેઈંગ ઈલેવન ! વિરાટ કોહલીએ ટીમને સંતુલિત જણાવી

Next Article