IND vs ENG: આંકડા જોઈને ટીમમાં ખેલાડીને પસંદ કરવો અને બહાર કરવાની રમતને લઈને સહેવાગે આપી આવી સલાહ

|

Mar 18, 2021 | 6:06 PM

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)એ ટીમ ઈન્ડીયા (Team India)માં ખેલાડીઓના સમાવેશને લઈને પોતાની વાત મુકી છે.

IND vs ENG: આંકડા જોઈને ટીમમાં ખેલાડીને પસંદ કરવો અને બહાર કરવાની રમતને લઈને સહેવાગે આપી આવી સલાહ
Virender Sehwag

Follow us on

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)એ ટીમ ઈન્ડીયા (Team India)માં ખેલાડીઓના સમાવેશને લઈને પોતાની વાત મુકી છે. તેમણે કહ્યુ છે કે, ખેલાડીઓના આંકડાઓને બદલે પ્રતિભાના આધાર પર સ્થાન મળવુ જોઈએ. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની T20 શ્રેણીમાં પ્રથમ ત્રણ મેચોમાં કેએલ રાહુલ (KL Rahul) ફ્લોપ રહ્યો હતો. તે ત્રણ પૈકી બે મેચમાં ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે એક મેચમાં તો માત્ર એક જ રન કર્યો હતો તો શિખર ધવન (Shikhar Dhawan)ની વાત કરવામા આવે તો તેને માત્ર પ્રથમ મેચ જ રમવાનો મોકો મળ્યો હતો.

 

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

જોકે તે ચાર જ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના બાદ આગળની બે મેચમાં મોકો નહોતો આપવામાં આવ્યો. ઈશાન કિશન (Ishan Kishan)ને ભારતે પાછળની બે મેચમાં તક આપી હતી. સહેવાગે ક્રિકબઝના શોમાં કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે ભારતીય ટીમ મેનેજમેન્ટ, કોચ અને કેપ્ટન આંકડાઓ જોઈને નિર્ણય લઈ રહ્યા છે. આવામાં આપણે લોકોએ પણ આંકડા પર વાત નહીં કરવી જોઈએ. જે ખેલાડીને આંકડા સારા લાગતા હોય તો શિખર ધવનની વાત કરુ તો તેણે આઈપીએલમાં 600થી વધારે રન બનાવ્યા હતા. પરંતુ તે પ્લેયીંગ ઈલેવનનો હિસ્સો નથી.

 

બે ત્રણ મેચમાં શાર્દુલ ઠાકુર નબળો રહે છે તો આગળની મેચમાં કોઈ અન્ય ઝડપી બોલર નજર આવશે. બુમરાહ આવશે તો કોણ બહાર બેસશે. આવામાં આંકડા બેકાર બની જાય છે. મને લાગે છે કે, સિલેકટર્સ અને મેનેજમેન્ટ આંકડાને પોતાના હિસાબથી ઉપયોગ કરે છે. જો કોઈને રમાડવો હોય તો તેના આંકડાને જુએ છે અને બહાર કરવા માટે ખરાબ આંકડા બતાવે છે.

 

સહેવાગે કહ્યુ હતુ કે, આંકડા નહીં જોવા જોઈએ, ખેલાડીની પ્રતિભા જોવી જોઈએ. તેમાં એ જોવુ જોઈએ કે તેમાં શું દમ છે. શું તે ભારતીય ટીમને મેચ જીતાડી શકે છે પોતાના દમ પર અથવા નથી જીતાડી શકતો. શિખર ધવન, કેએલ રાહુલ, ઈશાન કિશન અને રોહિત શર્મા આ ચારેય એવા ખેલાડીઓ છે, જે દિવસે ચાલે તે દિવસે પોતાના દમ પર મેચ જીતાડી દે છે. કેએલ રાહુલને તમે ત્રણ મોકા આપ્યા છે, બીજા ખેલાડીને આપે એ મેચ બાદ બહાર બેસાડી દીધો છે. આ મારી સમજની બહાર છે.

 

આ પણ વાંચો: PCB: પાકિસ્તાનની ટીમ કોરોનાની ઝપેટમાં, આફ્રિકા-ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા ક્રિકેટર કોરોના પોઝિટીવ

Next Article