IND vs ENG: ટીમ ઇન્ડીયા માટે રાહતના સમાચાર, મહત્વના બે ખેલાડીઓ ઇજામાંથી સ્વસ્થ થતા રમવા માટે તૈયાર

|

Feb 16, 2021 | 1:17 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium) માં રમાનારી છે. આ મેચ પહેલા ભારતીય ટીમને માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે.

IND vs ENG: ટીમ ઇન્ડીયા માટે રાહતના સમાચાર, મહત્વના બે ખેલાડીઓ ઇજામાંથી સ્વસ્થ થતા રમવા માટે તૈયાર
પસંદગીકારો ત્રીજી અને ચોથી ટેસ્ટ તેમજ T20 સિરીઝ માટે ભારતીય ટીમ માટે એલાન કરશે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium) માં રમાનારી છે. આ મેચ પહેલા ભારતીય ટીમને માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. ઝડપી બોલર નવદિપ સૈની (Navdeep Saini) અને મહંમદ શામી (Mohammad Shami) ઇજામાંથી સંપુર્ણ રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. બંને હવે ત્રીજી મેચ દરમ્યાન ટીમ સાથે જોડાવવા માટે તૈયાર છે. ટીમ મેનેજમેન્ટએ પણ બંને બોલરોને ભારતના ઘરેલુ વન ડે ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં હિસ્સો નહી લેવા માટે કહેવામાં આવ્યુ છે. વિજય હજારે ટ્રોફી 20 ફેબ્રુઆરીથી શરુ થનારી છે. જ્યારે ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી રમાનારી છે. ચેન્નાઇમાં બીજી ટેસ્ટ બાદ પસંદગીકારો ત્રીજી અને ચોથી ટેસ્ટ તેમજ T20 સિરીઝ માટે ભારતીય ટીમ માટે એલાન કરશે.

મહંમદ શામી ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટીમનો હિસ્સો હતા. પરંતુ તે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમ્યાન ઇજા પામ્યો હતો. શામીને હાથમાં ફ્રેકચર થવાને લઇને તે રમતથી બહાર થઇ ગયો હતો. તેના બાદ શામી ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન આગળની કોઇ મેચ રમી ના શક્યો અને ભારત પરત ફર્યો હતો. તો નવદિપ સૈની પણ ઓસ્ટ્રેલીયા સામે બ્રિસબેન ટેસ્ટમાં ચોથી અને અંતિમ મેચમાં ઇજા પામ્યો હતો. તેને માંસપેસિશોમાં ખેંચાણને લઇને સમસ્યા સર્જાઇ હતી. જેને લઇને શામી અને નવદિપ બંને ઇંગ્લેંજ સામેની શરુઆતની બંને ટેસ્ટ મેચનો હિસ્સો બની શક્યા નહોતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવદિપ સૈની હાલમાં બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં છે. જ્યા તે બોલીગના માટે પુરી રીતે ફીટ છે. દિલ્હીના પસંદગીકારો ઇચ્છે છે કે, નવદિપ સેની વિજય હજારે ટ્રોફીમાં તેમના માટે રમે. પરંતુ BCCI એ સૈનીને એનસીએમાં જ રોકાણ કરવા માટે સુચના આપી છે. આશા છે કે, નવદિપ સૈની અમદાવાદ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડીયા સાથે જોડાઇ શકે છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ઉપરાંત પાંચ T20 મેચોની સિરીઝ અને ત્રણ મેચોની વન ડે સિરીઝ પણ રમવાની છે.

Next Article