IND vs ENG: જો રુટે અમદાવાદમાં કરી કમાલની બોલીંગ, બોલીંગ કરતા રચ્યો વિશ્વ રેકોર્ડ

|

Feb 25, 2021 | 6:16 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England)વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પણ સ્પિનરોનો જાદુ જોવા મળ્યો હતો. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) અને જેક લીચ (Jack Leach) એ સ્પિન બોલીંગ કરીને ભારતીય ટીમને ઝડપ થી ઓલઆઉટ કરવામા સફળ રહ્યા હતા.

IND vs ENG: જો રુટે અમદાવાદમાં કરી કમાલની બોલીંગ, બોલીંગ કરતા રચ્યો વિશ્વ રેકોર્ડ
Joe Root

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England)વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પણ સ્પિનરોનો જાદુ જોવા મળ્યો હતો. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) અને જેક લીચ (Jack Leach) એ સ્પિન બોલીંગ કરીને ભારતીય ટીમને ઝડપ થી ઓલઆઉટ કરવામા સફળ રહ્યા હતા. ભારતીય ટીમ માત્ર 145 રન પર જ ઓલઆઉટ થઇ ચુકી હતી.

બીજા દીવસની રમતના પ્રથમ સેશનમાં ભારત માત્ર 46 રન જ બનાવી ને બાકીની 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમ્યાન બોલીંગ માટે આવેલા જો રુટએ ભારતની અંતિમ પાંચ વિકેટ ઝડપી હતી.. આ સાથે જ તેણે રેકોર્ડ પણ નોંધાવ્યા હતા. તે ટેસ્ટ ક્રિકેટ ના ઇતિહાસ માં સૌથી વધુ કરકસર ભરી બોલીંગ સાથે 5 કે તેથી વધુ વિકેટ લેનાર સ્પિનર પણ બની ચુક્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 99 રન 3 વિકેટ થી રમત ને આગળ વધારી હતી. જોકે ઇંગ્લેંડના 112 રનના આંકડાને પાર કરતા જ ભારતીય બેટીંગ લાઇન ખરાબ રીતે આઉટ થઇ ગઇ હતી. જેક લીચ એ ભારતીય બેટીંગને ધ્વસ્ત કરવાની શરુઆત કરી હતી અને બાદમાં જો રુટ એ તેનો અંજામ આપ્યો હતો. રુટ એ માત્ર 6.3 ઓવરના સ્પેલમાં ફક્ત 8 જ રન આપ્યા હતા અને 5 વિકેટ ઝડપી છે. જે ટેસ્ટ ક્રિકેટમાં કોઇ પણ સ્પિનર તરિકે તે સૌથી કરકસર ભરી બોલીંગ સાથે 5 વિકેટ ઝડપી હતી. જે હવે જો રુટના નામે વિશ્વ રેકોર્ડ નોંધાઇ ચુક્યો છે. એટલુ જ નહી, રુટ એ પુરી ક્રિકેટ કેરિયરમાં એટલે કે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મેચમાં આ પહેલો મોકો છે, કે તેણે એક જ ઇનીગમાં 5 વિકેટ મળી છે.

Next Article