IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી

|

Aug 25, 2021 | 3:44 PM

India vs ENgland: ભારત આજે સિરીઝમાં અજેય બનવાના ઇરાદે થી મેદાને ઉતરશે, આ માટે ટીમ ઇન્ડીયા જોશમાં છે

IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી
Virat Kohli Joe Root

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs ENgland) વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. ભારત ટેસ્ટ સિરીઝમાં 1-0 થી લીડ ધરાવે છે. ભારતીય ટીમ હેડિંગ્લે ટેસ્ટ દ્વારા સિરીઝમાં અજેય રહેવા માટે રમત રમશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે.

લીડ્ઝમાં તડકો છે અને કોહલીના કહેવા પ્રમાણે પીચમાં વધારે ઘાસ નથી. તેથી તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ભારતીય ટીમમાં અશ્વિનને સમાવવાને લઇને ચર્ચાઓ જાગી હતી. કોહલીએ પણ મેચના એક દિવસ અગાઉ પિચની સમીક્ષા કરવા બાદ તે અંગે નિર્ણય લેવાનુ કહ્યુ હતુ. જોકે આમ છતાં અગાઉની બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમને જાળવી રાખવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

ત્રીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી ટેસ્ટ બાદ ઓપનર ડોમ સિબલીને પડતો મૂકવામાં આવ્યો હતા. જેના સ્થાને ડેવિડ મલાન ટીમમાં સમાવવામાં આવ્યો છે. મલાને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 3 વર્ષ પહેલા નોટિંગહામમાં ભારત સામે રમી હતી. જો કે, ઓપનિંગની જવાબદારી રોરી બર્ન્સ અને હસીબ હમીદ પર રહેશે.

ઇંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર

આ ઉપરાંત ઝડપી બોલર માર્ક વુડ પણ આ ટેસ્ટમાંથી ઇજાને લઇ બહાર છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન તેને જમણા ખભામાં ઈજા થઈ હતી. વુડના સ્થાને ક્રેગ ઓવરટનને ટીમમાં સમાવાયો છે. ઓવરટન પાસે વુડ જેવી ઝડપ નથી, પરંતુ તે બાકીના ઇંગ્લીશ બોલરોની જેમ સ્વિંગ પણ મેળવી શકે છે.

આ પણ વાંચોઃ IND v ENG, 3rd Test Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો Live મેચ

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય ટીમના પેસ બોલરોથી ઇંગ્લેન્ડની ટીમનો આ ખેલાડી પ્રભાવિત, ટીમ કોહલીના બોલરો માટે કહ્યુ આમ

Published On - 3:03 pm, Wed, 25 August 21

Next Article