INDvAUS: સીરીઝ પર કબ્જો કરવાના ઉત્સાહથી ભરપૂર છે ટીમ ઈન્ડિયા, બીજી મેચ જીતવાના મુડથી ઉતરશે ભારત

|

Dec 05, 2020 | 11:06 PM

ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે રવિવારે ટી-20 સીરીઝની બીજી મેચ રમાનારી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી મેચમાં ભારત સીરીઝ જીતી લેવાના મુડથી મેદાનમાં ઉતરશે તો ઓસ્ટ્રેલીયાએ સીરીઝમાં પોતાનો પક્ષ જીવંત રાખવા માટે થઈને લડશે. ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં પણ ભારતનું પલડુ ભારી જણાઈ રહ્યુ છે. ટેસ્ટ સીરીઝ પહેલા ટી-20 સીરીઝ જીતવાથી ભારતનું મનોબળ પણ […]

INDvAUS: સીરીઝ પર કબ્જો કરવાના ઉત્સાહથી ભરપૂર છે ટીમ ઈન્ડિયા, બીજી મેચ જીતવાના મુડથી ઉતરશે ભારત

Follow us on

ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે રવિવારે ટી-20 સીરીઝની બીજી મેચ રમાનારી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી મેચમાં ભારત સીરીઝ જીતી લેવાના મુડથી મેદાનમાં ઉતરશે તો ઓસ્ટ્રેલીયાએ સીરીઝમાં પોતાનો પક્ષ જીવંત રાખવા માટે થઈને લડશે. ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં પણ ભારતનું પલડુ ભારી જણાઈ રહ્યુ છે. ટેસ્ટ સીરીઝ પહેલા ટી-20 સીરીઝ જીતવાથી ભારતનું મનોબળ પણ વધી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સિડની પર ફરી એકવાર ભારતે ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે, આ મેદાન પર જ ભારતે બે વન-ડે ગુમાવી હતી. જ્યારે કેનબેરા ગ્રાઉન્ડ પર એક વન ડે અને એક ટી-20 જીતી છે. આમ ઓસ્ટ્રેલીયા માટે સિડની ગ્રાઉન્ડ આત્મબળ વધારનારુ લાગી રહ્યુ હશે. ભારતનો રવિન્દ્ર જાડેજા ઈજાને લઇને બહાર છે તો ઓસ્ટ્રેલીયાના ઓપનર ડેવીડ વોર્નર પણ બહાર છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચ પણ પુર્ણ રીતે ફીટ નથી. તેના રમવા પર પણ સસ્પેન્શ છે. જો આમ થશે તો સ્ટીવ સ્મિથ પર બેટીંગની જવાબદારી વધી જશે. ડી આર્ચી શોર્ટ પણ પ્રથમ ટી-20 મેચમાં ખાસ કરી શક્યા નહોતા. સ્મિથ પણ મહાન ખેલાડી છે, પરંતુ ટી-20માં તેનુ પ્રદર્શન દોહરાવી શક્યો નથી. મેક્સવેલની નબળાઈઓ છે, જે આખરી વન ડે અને પ્રથમ ટી-20માં જસપ્રિત બુમરાહ અને ટી નટરાજને ઉજાગર કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બે ટી-20 મેચો માટે ફેરફાર કર્યા છે. કેમરન ગ્રીનના સ્થાન પર નાથન લીયોનને સામેલ કર્યો છે. લીયોનનો ટી-20 ટીમમાં સામેલ કરવાને લઈને આશ્વર્ય જગાવનાર નિર્ણય કર્યો છે. કારણ કે તેને ટી-20 વિશેષજ્ઞ ખેલાડી નથી માનવામાં આવતો. તે આ ફોર્મેટની માત્ર બે જ મેચ રમ્યાનો અનુભવ છે. જે તેણે આખરી મેચ 2018માં રમી હતી. ભારતને નિચલા ક્રમમાં જાડેજાની આક્રમક બેટીંગની કમી વર્તાશે. જાડેજાએ ગઈ મેચમાં સારા પ્રદર્શન દ્વારા 161ના સ્કોર પર ટીમના સ્કોરને પહોંચાડ્યો હતો. કોહલીને પણ એ આશા હશે કે પ્રથમ પાંચ બેટ્સમેન એટલુ સારુ પ્રદર્શન કરે કે નીચેના ક્રમની જરુર જ ના પડે. ભારતને ઉપલા ક્રમથી વધુ આશા છે. શિખર ધવન પ્રથમ વન ડે બાદ ચાલી શક્યો નથી. હવે તેનાથી મોટી ઈનીંગની આશા હશે.

 

કોહલીના સાધારણ પ્રદર્શનનો પણ ટીમ પર સારી અસર પડી છે એ પણ જોવુ રહ્યુ કે મનિષ પાંડેને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જે એમડ ઝંપાનો બોલ રમી શકતો નહતો. તેનાથી પછી ભારતીય ટીમની રનની ગતી પણ ધીમી થઈ હતી. સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાનું કામ આખરી છ ઓવરનો ફાયદો ઉઠાવવાનુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article