INDvsAUS: ટીમ ઇન્ડીયાએ બ્રિસબેનમાં શરુ કર્યુ પ્રેકટીશ સેશન, જુઓ ખેલાડીઓની તસ્વીરો

|

Jan 13, 2021 | 1:46 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ બ્રિસબેન (Brisbane) માં 15 જાન્યુઆરી થી રમાનારી છે. સિડની (Sydney) માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આમ બંને બંને ટીમોએ જીત માટે અંતિમ ટેસ્ટ મહત્વની છે.

INDvsAUS: ટીમ ઇન્ડીયાએ બ્રિસબેનમાં શરુ કર્યુ પ્રેકટીશ સેશન, જુઓ ખેલાડીઓની તસ્વીરો
Team India at Brisbane.

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ બ્રિસબેન (Brisbane) માં 15 જાન્યુઆરી થી રમાનારી છે. સિડની (Sydney) માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આમ બંને બંને ટીમોએ જીત માટે અંતિમ ટેસ્ટ મહત્વની છે. બંને ટીમો કોઇ પણ ભોગે મેચને જીતવા માટે મથશે. જે ટીમ મેચ જીતશે તે સીરીઝ હાંસલ કરી શકે છે. ભારતીય ટીમે (Team India) બ્રિસબેનમાં પ્રેક્ટીશ શરુ કરી દીધી છે. BCCI એ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ દ્રારા પ્રેકટીશ સેશન (Practice Session) ની તસ્વીરો શેર કરી છે.

બીસીસીઆઇ એ ટ્વીટર પર લખ્યુ હતુ કે, સિડનીમાં એક સંઘષપુર્ણ પ્રદર્શન બાદ ફરી એકવાર અમે પ્રેકટીશ સેશનની શરુઆત કરી રહ્યા છીએ. પ્રેકટીશ સેશનમાં રવિ શાસ્ત્રી ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તો વાઇશ કેપ્ટન રોહિત શર્મા પણ યુવા ખેલાડીઓને કંઇક સમજાવી રહ્યા છે. પ્રેકટીશ સેશનમાં શાર્દુલ ઠાકુર સાથે બુમરાહ પણ નજરે આવી રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

સિડની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. પ્રથમ પારીમાં પાછળ પડવા બાદ ટીમ ઇન્ડીયાએ શાનદાર વાપસી કરી હતી. આમ અંતિમ દિવસે મેચને ડ્રો કરવામાં ટીમ સફળ રહી હતી. જોકે ઋષભ પંત જ્યારે રમી રહ્યો હતો ત્યારે એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે, ભારત મેચ જીતી પણ શકે છે. જોકે તેના આઉટ થતા જ ભારતની મેચ જીતવાની આશાઓ તુટી ગઇ હતી.

અંતિમ ટેસ્ટમાં ટીમ ઇન્ડીયા માટે સૌથી મોટી સમસ્યા ખેલાડીઓની ઇજા છે. ટીમના મહત્વના ખેલાડીઓ ઇજાને લઇને આખરી ટેસ્ટમાં ઉપલબ્ધ રહી શકશે નહી. જેમા સિડની ટેસ્ટ મેચનો હિસ્સો રહેલા રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને જસપ્રિત બુમરાહનુ નામ પણ સામેલ છે. આ ખેલાડીઓની ગેરહાજરીમાં બોલીંગનો આધાર યુવા બોલરો પર રહેશે. બુમરાહના સ્થાને શાર્દુલ ઠાકુર પણ રમતમાં નજરે આવી શકે છે. હાલ તો ચાર મેચની સીરીઝ 1-1 થી બરાબરી પર છે.

Next Article