વિશ્વકપમાં ભારતની વિજય સાથે થયો આ ખુલાસોઃ ધોની પોતાના હાથમાં આ પ્રતીક ચિન્હને પહેરે છે, જાણો શું છે તેનું મહત્વ

|

Jun 07, 2019 | 6:43 AM

સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ યુજેન્દ્ર ચહલની જોરદાર બોલિંગ અને રોહિત શર્માના 122 રનના અંતે ભારતે વિજયી શરૂઆત કરી છે. પરંતુ મેચ પૂરી થયા બાદ એક ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. અને આ ફોટો ભારતના પૂર્વ કપ્તાન અને હાલના ટીમના વિકેટ કિપરના હાથમાં લાગેલા મોજાનો છે. ધોનીના મોજામાં એક અનોખા પ્રકારનું નિશાન લાગ્યું છે. […]

વિશ્વકપમાં ભારતની વિજય સાથે થયો આ ખુલાસોઃ ધોની પોતાના હાથમાં આ પ્રતીક ચિન્હને પહેરે છે, જાણો શું છે તેનું મહત્વ

Follow us on

સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ યુજેન્દ્ર ચહલની જોરદાર બોલિંગ અને રોહિત શર્માના 122 રનના અંતે ભારતે વિજયી શરૂઆત કરી છે. પરંતુ મેચ પૂરી થયા બાદ એક ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. અને આ ફોટો ભારતના પૂર્વ કપ્તાન અને હાલના ટીમના વિકેટ કિપરના હાથમાં લાગેલા મોજાનો છે. ધોનીના મોજામાં એક અનોખા પ્રકારનું નિશાન લાગ્યું છે. અને આ નિશાન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ત્યારે સૌ કોઈ જાણવા માગે છે કે આ નિશાન શું છે અને ધોની કેમ આ નિશાન સાથેના મોજાઓને પહેલીને વિકેટ કિપિંગ કરી રહ્યા છે. તો સમગ્ર વાત એવી છે કે આ નિશાન “બલિદાન બેજ” છે. બલિદાન બેજ સૌ કોઈને મળતું નથી. આ નિશાન પૈરા-કમાન્ડોના ખાસ લોકોને જ આપવામાં આવે છે.

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃ ગુજરાતની કઈ APMCમાં ઘઉં વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે બલિદાન બેજ

પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળના જવાનો પાસે આ બેજ હોય છે. જેને બલિદાનના રૂપમાં જોવામાં આવે છે. આ બેજમાં બલિદાન શબ્દ દેવનાગરી લિપીમાં લખાયો છે. અને તેને ચાંદીના ધાતૂ દ્વારા બનાવવામાં આવે છે. જેમાં ઉપરની તરફ લાલ પ્લાસ્ટિકનો આયત પણ હોઈ છે.

ધોની પાસે કેવી રીતે આ બેજ આવ્યો

ભારતના તત્કાલીન કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના શાનદાર પ્રદર્શન માટે 2011માં તેમને પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલની રેન્ક અપાઈ હતી. અને આ સન્માન મેળવનારા કપિલ દેવ બાદ ક્રિકેટ જગતમાં ધોની બીજા ક્રમે છે. ધોનીએ એક ટ્રેનિંગ પણ લીધી હતી એક સપ્તાહ માટે પેરા ટૂપરની ટ્રેનિંગનો કોર્સ ધોનીએ પૂરો કર્યો હતો. ઓગ્સ્ટ 2015માં ધોની પ્રશિક્ષિત પેરાટૂપર બની ગયા હતા. વાયુસેનાના AN-32 નામના વિમાનમાંથી ધોનીએ પોતાની પાંમી છલાંગ પૂરી કરી હતી. અને પેરા વિંગ્સનું પ્રતિક ચિન્હ લગાડવાનો અધિકાર મેળવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 10:42 am, Thu, 6 June 19

Next Article