
પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ અંડર-19 2026માં શાનદાર પ્રદર્શન કરી રહી છે.ગ્રુપ સ્ટેજમાં તમામ ટીમને હરાવ્યા બાદ કેપ્ટન આયુષ મહાત્રેની ટીમે સુપર સિક્સ રાઉન્ડમાં શાનદાર એન્ટ્રી કરી છે. ટીમ ઈન્ડિયાએ વાઈસકેપ્ટન વિહાન મલ્હોત્રાની યાદગાર સદી તેમજ કેપ્ટન આયુષ મ્હાત્રેની સુંદર સ્પેલના દમ પર યજમાન ઝિમ્બાબ્વેને 204 રનના મોટા અંતરથી હાર આપી હતી. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. સુપર સિક્સમાં હવે ભારતીય ટીમનો સામનો પાકિસ્તાન સામે થશે.
સુપર-6માં હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ પાકિસ્તાન સામે છે. આ મેચ રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. આ મેચ પર ચાહકોની નજર છે. કારણ કે, આ ટૂર્નામેન્ટમાં બંન્નેની પહેલી ટકકર હશે. આ સાથે ભારતની જેમ પાકિસ્તાનની ટીમ પણ સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. તેમણે સુપર-6ની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ.
ભારતીય ટીમ મોટી જીત સાથે સુપર સિક્સના ગ્રુપ-2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે. પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. હવે ભારત વિરુદ્ધ તેની આગામી મેચ સેમિફાઈનલનું ચિત્ર સ્પષ્ટ કરશે. સુપર સિક્સના ગ્રુપ-1ની જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા મજબુતીથી નંબર વન પર સ્થાન જમાવ્યું છે.
ભારતીય ટીમે અત્યારસુધી કુલ 5 વખત અંડર-19નો વર્લ્ડકપ જીત્યો છે. આ વખતે પણ અંડર 19 વર્લ્ડકપ 2026માં ભારતીય ખેલાડીઓ છઠ્ઠી વખત ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં આવી છે.2000, 2008, 2012, 2018 અને 2022માં ખિતાબ જીતનાર ટીમ ઈન્ડિયા ફરી એકવાર મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવાની પણ આ એક સારી તક છે.
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ અંડર 19 ટીમની પ્રબળદાવેદાર માનવામાં આવી રહી છે. હેનિલ પટેલે એકલા હાથે અમેરિકાની અડધી ટીમને પેવેલિયન પરત કરી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ એક વિકેટ લીધી હતી. તો ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં 1 મેડન ઓવર સાથે 3 વિકેટ લીધી હતી. 7 ઓવરમાં માત્ર 23 રન આપ્યા હતા. ઝિમ્બાબ્વે સામે 1 વિકેટ લીધી હતી.હેનિલ પટેલનું અંડર 19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.