ICC T20I Rankings T20 World Cup : ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પાછળ છોડયું, જુઓ યાદી

|

Nov 02, 2021 | 10:31 AM

પાકિસ્તાન ક્રિકેટના હાલના દિવસોમાં સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપના સુપર-12માં તેણે ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. તે સેમી ફાઇનલમાં પહોંચવાની નજીક છે.

ICC T20I Rankings T20 World Cup : ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પાછળ છોડયું, જુઓ યાદી
India vs Pakistan

Follow us on

ICC T20I Rankings T20 World Cup: પ્રથમ વખત વર્લ્ડ કપ (ODI/T20)માં ભારતને હરાવ્યા બાદ હવે પાકિસ્તાની ટીમે ICC રેન્કિંગમાં પણ તેમને પાછળ છોડી દીધા છે. તે બીજા સ્થાને પહોંચી ગયું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાન પર છે.T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા (Team India)રેન્કિંગમાં બીજા સ્થાને હતી. હવે તે સતત બે હાર બાદ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન (Pakistan)ની ટીમે જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો છે. રેન્કિંગમાં ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે. તેના 279 રેટિંગ પોઈન્ટ છે. તે જ સમયે, પાકિસ્તાનના 265 અને ભારતના 262 રેટિંગ પોઈન્ટ છે.

રેન્કિંગમાં ભારત પછી ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને અને દક્ષિણ આફ્રિકા (South Africa)પાંચમા સ્થાને છે. ન્યુઝીલેન્ડના 257 પોઈન્ટ છે અને આફ્રિકન ટીમના 250 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા છઠ્ઠા, અફઘાનિસ્તાન સાતમા, વેસ્ટ ઈન્ડિઝ આઠમા, બાંગ્લાદેશ નવમા અને શ્રીલંકા દસમા ક્રમે છે.

ICC T20 રેન્કિંગ (ટોપ-15 ટીમ)

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  • ઈંગ્લેન્ડ – 279 રેટિંગ પોઈન્ટ
  • પાકિસ્તાન – 265 રેટિંગ પોઈન્ટ
  • ભારત – 262 રેટિંગ પોઈન્ટ
  • ન્યુઝીલેન્ડ – 257 રેટિંગ પોઈન્ટ
  • દક્ષિણ આફ્રિકા – 250 રેટિંગ પોઈન્ટ
  • ઓસ્ટ્રેલિયા – 243 રેટિંગ પોઈન્ટ
  • અફઘાનિસ્તાન – 235 રેટિંગ પોઈન્ટ
  • વેસ્ટ ઈન્ડિઝ – 234 રેટિંગ પોઈન્ટ
  • બાંગ્લાદેશ – 234 રેટિંગ પોઈન્ટ
  • શ્રીલંકા – 230 રેટિંગ પોઈન્ટ
  • ઝિમ્બાબ્વે – 192 રેટિંગ પોઈન્ટ
  • આયર્લેન્ડ – 188 રેટિંગ પોઈન્ટ
  • નેપાળ – 187 રેટિંગ પોઈન્ટ
  • સ્કોટલેન્ડ – 187 રેટિંગ પોઈન્ટ
  • નામિબિયા – 179 રેટિંગ પોઈન્ટ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021)માં બે મેચ હારી ગઈ છે. પ્રથમ મેચમાં તેને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને બીજી મેચમાં તેને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાની પણ જોરદાર ટીકા થઈ રહી છે. 3 નવેમ્બરના રોજ ભારતીય ટીમનો સામનો અફઘાનિસ્તાન સામે છે.઼

ટીમ ઈન્ડિયાને હવે ત્રણ મેચ બાકી છે અને તેણે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયાએ આ ત્રણેય ટીમોને મોટા અંતરથી હરાવવી પડશે, તો જ તેનો નેટ રન રેટ સાચો રહેશે. આ ત્રણેય ટીમો સામે તેણે 100થી વધુ રનથી જીત મેળવવી પડશે.

આ પણ વાંચો : T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

આ પણ વાંચો : Aryan Khan Case: આર્યન ખાન કેસનો મહત્વના સાક્ષી સેમ ડિસોઝા આવ્યો સામે, અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા

Next Article