ગ્લોબલ T20 કેનેડા: નોટઆઉટ હોવા છતા પણ યુવરાજ સિંહ થયો આઉટ! આ VIDEO જોઈને તમે પણ ચોંકી ઉઠશો

|

Jul 26, 2019 | 6:00 PM

ગ્લોબલ T20 કેનેડા લીગની શરૂઆત થઈ ચુકી છે. ટોરેન્ટો નેશનલ્સ અને વેનકુવર નાઈટ્સ વચ્ચે આજે પ્રથમ મેચ રમાયો હતો. આ મેચમાં ટોરેન્ટો નેશનલ્સના કેપ્ટન યુવરાજ સિંહ અને વેનકુવર નાઈટ્સના કેપ્ટન ક્રિસ ગેલ રમી રહ્યાં હતા. આ મેચમાં યુવરાજની ટીમે 8 વીકેટથી એક તરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચનો એક VIDEO ખુબ જ વાયરલ […]

ગ્લોબલ T20 કેનેડા: નોટઆઉટ હોવા છતા પણ યુવરાજ સિંહ થયો આઉટ! આ VIDEO જોઈને તમે પણ ચોંકી ઉઠશો

Follow us on

ગ્લોબલ T20 કેનેડા લીગની શરૂઆત થઈ ચુકી છે. ટોરેન્ટો નેશનલ્સ અને વેનકુવર નાઈટ્સ વચ્ચે આજે પ્રથમ મેચ રમાયો હતો. આ મેચમાં ટોરેન્ટો નેશનલ્સના કેપ્ટન યુવરાજ સિંહ અને વેનકુવર નાઈટ્સના કેપ્ટન ક્રિસ ગેલ રમી રહ્યાં હતા. આ મેચમાં યુવરાજની ટીમે 8 વીકેટથી એક તરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચનો એક VIDEO ખુબ જ વાયરલ થયો છે. આ VIDEO જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. યુવરાજ જે દડા પર આઉટ થયો એ ખરેખર આઉટ નહોતો છતા પણ આઉટ થયો!

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી

તમને પણ નવાઈ લાગશે કે કેવી રીતે આવુ બન્યું. VIDEOમાં જે રીતે જોઈ શકાય છે કે રિઝવાન ચીમાએ દડો ફેંક્યો અને આ દડા પર યુવીને ટોબિયાસે સ્ટંપ આઉટ કર્યો. પરંતુ વિકેટકીપર આ દડો ચુકી જાય છે અને તેના હાથના મોજા સાથે અથડાઈને સીધો સ્ટંપ પર વાગે છે. યુવી ક્રીઝની બહાર આવી જાય છે તેમણે અંપાયરના ઈશારાની પણ રાહ ન જોઈ. જ્યારે રિપ્લેમાં દેખાઈ રહ્યુ હતુ કે દડો સ્ટંપ પર વાગ્યો ત્યારે યુવી ક્રીઝની અંદરના ભાગમાં હતા. આ સમગ્ર ધટના નો VIDEO સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article