ગાવસ્કરની કોમેન્ટરી દરમ્યાન ટીપ્પણીને લઇ વિવાદ, અનુષ્કા શર્માએ છંછેડાઇને ઇન્સ્ટા પર આપ્યો મિ. ગાવસ્કરને સણસણતો જવાબ

|

Sep 25, 2020 | 7:50 PM

વિરાટ કોહલીને લઇને તેની બોલીવુડ અભિનેત્રી પત્નિ સાથે સાંકળતી ટીપ્પણી કરવાનો મામલો હવે ખુબ વિવાદે ચઢી રહ્યો છે.  પુર્વ ક્રિકેટર અને ટી-20 લીગમાં કોમેન્ટ્રી આપી રહેલા સુનિલ ગાવસ્કર દ્રારા કરાયેલી ટીપ્પણી ને લઇને સોશીયલ મિડાયા પર જોર પકડવા દરમ્યાન, અભિનેત્રી અનુષ્કાએ પણ આ બાબતે હવે વળતો જવાબ સોશિયલ મિડીયા દ્રારા આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર […]

ગાવસ્કરની કોમેન્ટરી દરમ્યાન ટીપ્પણીને લઇ વિવાદ, અનુષ્કા શર્માએ છંછેડાઇને ઇન્સ્ટા પર આપ્યો મિ. ગાવસ્કરને સણસણતો જવાબ

Follow us on

વિરાટ કોહલીને લઇને તેની બોલીવુડ અભિનેત્રી પત્નિ સાથે સાંકળતી ટીપ્પણી કરવાનો મામલો હવે ખુબ વિવાદે ચઢી રહ્યો છે.  પુર્વ ક્રિકેટર અને ટી-20 લીગમાં કોમેન્ટ્રી આપી રહેલા સુનિલ ગાવસ્કર દ્રારા કરાયેલી ટીપ્પણી ને લઇને સોશીયલ મિડાયા પર જોર પકડવા દરમ્યાન, અભિનેત્રી અનુષ્કાએ પણ આ બાબતે હવે વળતો જવાબ સોશિયલ મિડીયા દ્રારા આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમ્યાન ગાવાસ્કરે વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કાને લઇને ટીપ્પણી કરી હોવાની વાતે વિવાદ સર્જાયો હતો. કોમેન્ટરી દરમ્યાન ડબલ મીનીંગ શબ્દો સાથે ટીપ્પણી કરાઇ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. મામલો એટલી હદે વધ્યો કે કોમેન્ટ્રી પેનલમાંથી ગાવાસ્કરને દુર કરવા માટે પણ સોશિયલ મિડીયામાં માંગ કરાઇ હતી.

જોકે હવે અનુષ્કા શર્મા પણ ગાવાસ્કરની ટીપ્પણીના મામલે વળતો જવાબ આપ્યો છે. ઇસ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા અનુષ્કાએ કહ્યુ હતુ. મિસ્ટર સુનિલ ગાવાસ્કર, હું આપને કહેવા માંગુ છુ કે, તમારી વાત ખુબ જ અપ્રિય છે. હું આપને પુછવા ચાહુ છુ કે આપ આવી ટીપ્પણી શા માટે કરો છો, અને ક્રિકેટરની રમતને લઇને તેની પત્નિને જવાબદાર કેમ ઠેરવો છો. હું એ પણ સારી રીતે જાણું છુ કે પાછળના કેટલાક વર્ષોમાં દરેક ક્રિકેટરના વ્યક્તિગત જીવનનુ માન જાળવ્યુ છે, તો આપને એ નથી લાગતુ કે આવુ મારી સાથે પણ કરવુ જોઇએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અનુષ્કાએ આગળ એમ પણ લખ્યુ છે કે, મને ખાતરી છે કે ગઇ રાત્રી દરમ્યાન મારા પતિ ના પ્રદર્શન પર કોમેન્ટ કરવા માટે આપના પાસે અનેક વાક્ય અને શબ્દો હશે. પરંતુ આપના શબ્દો ફક્ત ત્યારે જ ધ્યાન પર લેવા પડ્યા કે જ્યારે મારુ નામ લેવાયુ. તેમે કહ્યુ કે આ 2020 છે અને મારા માટે હુજ પણ અનેક ચિજો બદલાઇ નથી. એવુ ક્યારે થશે જ્યારે ક્રિકેટમાં મને ઘસેડવાનું બંધ કરવામાં આવશે અને આ પ્રકારની એક તરફી ટીપ્પણીઓ નહી કરાય.  સન્માનિય મિસ્ટર ગાવાસ્કર, આપ એક મહાન ખેલાડી છો. જેમનુ નામ આ રમતમાં ખુબ ઉંચુ સ્થાન ધરાવે છે. હુ ફક્ત આપને બતાવવા માંગતી હતી કે, જ્યારે તમે આવુ કહ્યું તો મને કેવુ લાગ્યુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:46 pm, Fri, 25 September 20

Next Article