
ભૂતપૂર્વ ભારતીય ડાબોડી સ્પિનર દિલીપ દોશીનું 23 જૂન, સોમવારના રોજ લંડનમાં 77 વર્ષની વયે અવસાન થયું. દોશીએ ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમ્યા હતા. તેમણે 1979માં 32 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 1983 સુધી ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા. તેમણે ટેસ્ટમાં 114 વિકેટ અને ODIમાં 22 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં, તેમણે બંગાળ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 238 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 898 વિકેટ લીધી હતી.
“The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London. May his soul rest in peace”, tweets BCCI pic.twitter.com/Z7cXzbBI7R
— ANI (@ANI) June 23, 2025
ભારતના પૂર્વ સ્પિનર દિલીપ દોશીનું સોમવારના રોજ લંડનમાં તેમનું નિધન હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ડાબોડી સ્પિનર દોશીએ 1979 થી 1983 દરમિયાન ભારત માટે 33 ટેસ્ટ અને 15 વનડે રમ્યા હતા.જો આપણે દિલીપ દોશીના પરિવારની વાત કરીએ તો દિલીપ દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, દીકરો નયન અને દીકરી વિશાખા છે. તમને જણાવી દઈએ કે, દિલીપ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો.
દિલીપ દોશીનું અવસાન ક્રિકેટ જગત માટે એક મોટું નુકસાન છે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર દોશીને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, તેઓ પહેલી વાર 1990માં યુકેમાં મળ્યા હતા. સચિને કહ્યું કે દોશીએ તેમને નેટમાં બોલિંગ કરી હતી. સચિને લખ્યું, ‘હું દિલીપ ભાઈને પહેલી વાર 1990માં યુકેમાં મળ્યો હતો. તેમણે તે પ્રવાસમાં નેટ્સમાં મારી સામે બોલિંગ કરી હતી.’
I met Dilipbhai for the first time in the UK in 1990, and he bowled to me in the nets on that tour. He was really fond of me, and I reciprocated his feelings. A warm-hearted soul like Dilipbhai will be deeply missed. I will miss those cricketing conversations which we invariably… pic.twitter.com/2UPQe7nc2j
— Sachin Tendulkar (@sachin_rt) June 23, 2025
Published On - 9:54 am, Tue, 24 June 25