Faf du Plessis એ ટેસ્ટ ક્રિકેટને કહી દીધી અલવિદા, ટેસ્ટમાં નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો

|

Feb 17, 2021 | 12:43 PM

સાઉથ આફ્રિકા (South Africa) ના સ્ટાર ક્રિકેટર પૂર્વ કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ (Faf du Plessis) એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી દીધી છે. ડૂ પ્લેસીસ એ 17 ફેબ્રુઆરીએ ટેસ્ટ ક્રિકેટ થી પોતાની નિવૃત્તીની જાહેરાત કરી હતી.

Faf du Plessis એ ટેસ્ટ ક્રિકેટને કહી દીધી અલવિદા, ટેસ્ટમાં નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો
પૂર્વ કેપ્ટન પ્લેસીસ ટેસ્ટ મેચ કેરિયરમાં 69 મેચ રમી ચુક્યો છે.

Follow us on

સાઉથ આફ્રિકા (South Africa) ના સ્ટાર ક્રિકેટર પૂર્વ કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ (Faf du Plessis) એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી દીધી છે. ડૂ પ્લેસીસ એ 17 ફેબ્રુઆરીએ ટેસ્ટ ક્રિકેટથી પોતાની નિવૃત્તીની જાહેરાત કરી હતી. ક્રિકેટના લાંબા ફોર્મેટમાં હાલમાં તેનુ ફોર્મ પણ સારુ નહોતુ ચાલી રહ્યુ. હાલમાં જ પાકિસ્તાન પ્રવાસ દરમ્યાન પણ તે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. દરમ્યાન હવે તેના ખરાબ ફોર્મને જોતા હવે તેણે ટેસ્ટ ફોર્મેટથી નિવૃત્તી લેવાનુ મન બનાવી લીધુ હોવાનુ માનવામાં આવે છે.

36 વર્ષનો સાઉથ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન પ્લેસીસ ટેસ્ટ મેચ કેરિયરમાં 69 મેચ રમી ચુક્યો છે. તેણે 4000 થી વધુ રન બનાવ્યા છે. પ્લેસિસ એ નવેમ્બર 2012માં ઓસ્ટ્રેલીયા સામે એડિલેડમાં ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જ્યારે અંતિમ મેચ રાવલપિંડીમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. પાકિસ્તાનમાં તેણે 2 ટેસ્ટ મેચ દમ્યાનના 4 ઇનીંગ રમીને માત્ર 55 રન જ બનાવ્યા હતા. આ દરમ્યાન તેની ઇનીંગ 10, 23, 17 અને 5 રનની રહી હતી. પાકિસ્તાન સામે આફ્રિકાએ 0-2 થી ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ફાફ ડૂ પ્લેસીસ એ ટેસ્ટ ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરતા લખ્યુ હતુ કે, મારા ઇરાદા ક્લિયર છે. મને લાગે છે કે, આ જ યોગ્ય સમય છે કે હું આ ફોર્મેટ છોડીને નવા અધ્યાયની શરુઆત કરુ.

https://www.instagram.com/p/CLYYrqHlrjf/?utm_source=ig_web_button_share_sheet

પ્રિટોરીયામાં જન્મેલા સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર ટેસ્ટ ક્રિકેટમાં 40.02 ની સરેરાશ થી 4163 રન બનાવ્યા છે. આ દરમયાન તેણે 10 શતક અને 21 અર્ધ શતક લગાવ્યા છે. ડૂ પ્લેસીસનુ કેરિયર 8 વર્ષ સુધી ચાલ્યુ. આ દરમ્યાન તેનો સર્વાધિક સ્કોર 199 રનનો રહ્યો હતો. જે તેમે શ્રીલંકા સામે ગત વર્ષે ડિસેમ્બર માસમાં જ સેંચ્યુરિયન ટેસ્ટમાં બનાવ્યા હતા. ડૂ પ્લેસીસ એ સાઉથ આફ્રિકા માટે 36 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ પણ કરી હતી.

Next Article