EFA: જાતિવાદી ટિપ્પણીને લઇને ફુટબોલર કવાની પર 3 મેચનો પ્રતિબંધ, એક કરોડનો દંડ

|

Jan 02, 2021 | 9:58 AM

ઇંગ્લીશ ક્લબ માંચેસ્ટર યુનાઇટેડ (Manchester United) ના સ્ટાર સ્ટ્રાઇકર એડિનસન કવાની (Edinson Cavani) ને જાતીવાદી ટિપ્પણી કરવાના આરોપમાં 3 મેચ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. આ સાથએ જ તેની પર 1 લાખ પાઉન્ડ નો દંડ પણ ફટકારવામા આવ્યો છે. તો આ દરમ્યાન સ્પેનિશ લીગ બાર્સેલોના (Barcelona) નો સ્ટાર સ્ટ્રાઇકર પણ ફિલિપ કોટિન્હો (Philippe Coutinho) એઇબરની સામે […]

EFA: જાતિવાદી ટિપ્પણીને લઇને ફુટબોલર કવાની પર 3 મેચનો પ્રતિબંધ, એક કરોડનો દંડ
Edinson Cavani

Follow us on

ઇંગ્લીશ ક્લબ માંચેસ્ટર યુનાઇટેડ (Manchester United) ના સ્ટાર સ્ટ્રાઇકર એડિનસન કવાની (Edinson Cavani) ને જાતીવાદી ટિપ્પણી કરવાના આરોપમાં 3 મેચ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. આ સાથએ જ તેની પર 1 લાખ પાઉન્ડ નો દંડ પણ ફટકારવામા આવ્યો છે. તો આ દરમ્યાન સ્પેનિશ લીગ બાર્સેલોના (Barcelona) નો સ્ટાર સ્ટ્રાઇકર પણ ફિલિપ કોટિન્હો (Philippe Coutinho) એઇબરની સામે ઇજા પામતા આગામી દશેક સપ્તાહ સુધી રમતથી દુર રહેશે.

કવાની પર ઇંગ્લેંડ ફુટબોલ એસોસિએશન (EFA) દ્રારા બેન લગાવવામાં આવ્યો છે. તેની પર નવેમ્બર 2020 દરમ્ચાન સોશિયલ મિડીયા પોસ્ટ પર એક ફેનને જાતિવાદી ટિપ્પણી સંબોધન કરવાનો આરોપ હતો. તે હવે શુક્રવારે એસ્ટન વિલાની સામે પ્રિમીયર લીગ મેચમાં નહી રમી શકે. સાથે જ માંચેન્સ્ટર સિટી ની સામે કારબાઓ કપ સેમિફાઇનલ પણ નહિ રમી શકે. આ ઉપરાંત વોટફોર્ડ સામે થનારી FA થર્ડ રાઉન્ડ ની મેચમાં પણ તે હિસ્સો નહી લઇ શકે. આ તમામ મેચ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી છે.

કવાનીએ 29 નવેમ્બર એ સાઉથેમ્પ્ટન સામે યુનાઇટેડ ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કવાનીને સ્ટોપેજ ટાઇમમાં કરેલા ગોલના કારણે જ માંચેન્સટર યુનાઇટેડએ સાઉથ્પ્ટેનને 3-2 થી હરાવી દીધુ હતુ. કવાનીને ત્યાર બાદ પોતાના પ્રશંસકને સોશિયલ મિડીયા પરઆભાર માનવા દરમ્યાન જાતિવાદી સુચવતો શબ્દ નો ઉપયોગ કર્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

EFA એ નિવેદન જારી કર્યુ હતુ. જેના મારફતે તેમણે કહ્યુ હતુ કે, સોશિયલ મિડીયા પર કવાની દ્રારા ઉપયોગમાં લેવાયેલો શબ્દ અપમાનજનક અને અનુચિત હતો. કવાનીએ FA ના નિયમ E3.1 નુ ઉલ્લંઘન કર્યુ છે. આ ઉપરાંત પણ એગ્રવેટેડ બ્રિચને લઇને નિયમ E3.2 નુ પણ ઉલ્લંઘન કર્યુ છે. યૂનાઇટેડે કવાની તરફથી નિવેદન જારી કરતા કહ્યુ હતુ કે, કવાનીને એ વાતનો સહેજ પણ અંદેશો નહોતો કે, આ શબ્દ કોઇને ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. કવાની આ માટે શરમ અનુભવી રહ્યો છે.

Next Article