
ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર દિગ્ગજ ક્રિકેટરો મુશ્કેલીમાં મુકાયા છે.યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ ત્રણેય પૂર્વ ક્રિકેટર સિવાય અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આ 4 વ્યક્તિ પર ઓનલાઈન સટ્ટો ચલાવનારી એપ્લિકેશનની જાહેરાત કરવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 1XBET જેવા પ્રતિબંધિત પ્લેટફોર્મની તપાસ કરી રહ્યું છે અને આ ચારેયની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ 1xBet જેવી પ્રતિબંધિત પ્લેટફોર્મના પ્રચારમાં સામેલ થવા માટે પુછપરછ ચાલી રહી છે.સુત્રોનું કહેવું છે કે,1xBet જે પ્રતિનિધિ નામનો ઉપયોગ કરી રહ્યા હતા. જેની વેબ લિંક તેમજ ક્યુઆર કોડ પણ સામેલ હતા. જે યુઝરને ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પર રીડાયરેક્ટ કરતા હતા, અને આ હાલના કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. EDએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પોતાને કૌશલ્ય-આધારિત રમતોનું આયોજન કરવાનો દાવો કરતા હતા.
પરંતુ તેઓએ એક કઠોર અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો, જે વર્તમાન ભારતીય કાયદા હેઠળ જુગારનો એક પ્રકાર છે. યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ પણ ‘1xbet’ પ્લેટફોર્મને સમર્થન આપ્યું છે, જેના પછી આ ત્રણ દિગ્ગજો પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ જ્યારે યુવરાજ સિંહ અને સુરેશ રૈના સાથે જોડાયેલા લોકોને આના વિશે વાત કરી તો તેમણે આ વાતની ના પાડી હતી.માત્ર 3 ક્રિકેટર જ નહી પરંતુ બોલિવુડ અભિનેતા પણ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલો છે. જેમાં સોનૂ સુદ અને ઉર્વશી રૌતેલાનું નામ પણ સામેલ છે.ઘણી અન્ય સંસ્થાઓ પણ તપાસ હેઠળ છે. અહેવાલો અનુસાર, ‘1xbet’ કંપનીએ તેની જાહેરાતો પર 50 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.ઓનલાઈન સટ્ટાબાજી અંગે ED દ્વારા ભારતના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે બોલિવૂડ સેલિબ્રિટીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published On - 12:55 pm, Tue, 17 June 25