IPLમાં હવે નહીં જોવા મળે ડ્વેન બ્રાવો, સંન્યાસની કરી જાહેરાત

|

Dec 02, 2022 | 3:58 PM

ક્રિકેટ પ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. IPLની આગામી સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક મોટુ નામ નહીં જોવા મળે. વેસ્ટ ઈન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સના મહત્વના સભ્ય રહેલા ડ્વેન બ્રાવોએ આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

IPLમાં હવે નહીં જોવા મળે ડ્વેન બ્રાવો, સંન્યાસની કરી જાહેરાત

Follow us on

ક્રિકેટ પ્રેમીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. IPLની આગામી સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક મોટુ નામ નહીં જોવા મળે. વેસ્ટ ઈન્ડિઝના ઓલ રાઉન્ડર ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સના મહત્વના સભ્ય રહેલા ડ્વેન બ્રાવોએ આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે બ્રાવો હજુ પણ ખેલાડી તરીકે નહીં પણ કોચ તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ તો રહેશે. તે હવે બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ નંબરે બ્રાવો છે. આ પહેલા ચેન્નાઈની ટીમનો કોચ લક્ષ્મીપતિ બાલાજી હતા.

ગયા વર્ષે પ્રદર્શન નહતું રહ્યું સારૂ

ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધારે આઈપીએલ ટાઈટલ જીતવામાં બીજા નંબર પર છે. CSKએ 4 વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે. ચેન્નાઈની ટીમ વર્ષ 2020માં અને 2022 માત્ર 2 વખત જ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

જાણો બ્રાવોના IPL કરિયર વિશે

બ્રાવોએ IPLમાં 161 મેચ રમી છે અને 183 વિકેટ લીધી છે. આ લીગમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. આ ઓલ રાઉન્ડર ખેલાડીએ 130ની સ્ટ્રાઈક રેટથી 1560 રન બનાવ્યા છે. તે 2011થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ બન્યો હતો અને આ ટીમની સાથે તેમને 2011, 2018 અને 2021માં 3 વખત આઈપીએલ ટ્રોફી ઉપાડી છે.

આ ફ્રેન્ચાઈઝી સિવાય તે 2 વર્ષ ગુજરાત લાયન્સ માટે પણ રમ્યા છે. બ્રાવોએ આઈપીએલ કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. ચેન્નાઈ માટે બ્રાવોએ 144 મેચ રમી અને 168 વિકેટ પોતાના નામે કરવાની સાથે જ 1556 રન બનાવ્યા. તે 2013 અને 2015માં લીગમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર રહ્યો અને પર્પલ કેપ મેળવવામાં સફળ રહ્યો.

ધોની સાથે નહીં જોવા મળે બ્રાવો

ગત સિઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સમાં ડ્વેન બ્રાવો 4.40 કરોડ રુપિયાની કિંમતે સામેલ થયો હતો. ધોનીની આગેવાની વાળી આ ટીમનો બ્રાવો સ્ટાર ખેલાડી હતો. વર્ષ 2011 થી બ્રાવો ચેન્નાઈની ટીમનો હસ્સો રહ્યો હતો. જોકે બ્રાવોને ચેન્નાઈની ટીમે રિલીઝ કરી દીધો છે. યલો જર્સીવાળી ટીમ અને બ્રાવો બંને કયા કારણોસર અલગ થયા એ તો સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં આ માટે બ્રાવોની ઉંમરનું કારણ અને ઈજાને બતાવવામાં આવી રહ્યુ છે. જોકે બ્રાવો ભલે ટીમમાં સામેલ નહીં હોય, પરંતુ હવે ફિલ્ડની બહારથી ચેન્નાઈનો સાથ નિભાવશે.

Published On - 3:28 pm, Fri, 2 December 22

Next Article