ન્યૂઝિલેન્ડ સામે ભલે ટી-20 સિરીઝમાં ભારતની ભલે હાર થઈ હોય પણ આ ભારતીય સ્પિનરને ICC રેન્કમાં લાગ્યો જેકપોટ

ન્યૂઝિલેન્ડ સામે ભલે ટી-20 સિરીઝમાં ભારતની ભલે હાર થઈ હોય પણ આ ભારતીય સ્પિનરને ICC રેન્કમાં લાગ્યો જેકપોટ

ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડ સામે ભલે ટી-20 સિરીઝમાં હાર થઈ હોય પરંતુ ભારતીય ખેલાડીઓને આગામી સમય માટે નવો ઉત્સાહ અને જોશ પુરૂ પાડે તેવી સ્થિતિ બની રહી છે. ભારતીય ટોપ સ્પિનર કુલદિપ યાદવ આઇસીસી ટી20 બોલરોના રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ભારત 2 રેન્કિંગ અંક ઘટવા છતાં પણ ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન પછી બીજા સ્થાન પર ટકી રહ્યું છે.

 

કુલદિપે ન્યૂઝિલેન્ડ સામે છેલ્લી ટી-20માં 26 રન આપી બે વિકેટ લીધા હતા. ભારત આ મેચ 4 રનથી અને સીરીઝ 1-2થી હાર્યું હતુ. આ સાથે જ અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. ટોપ 10માં ભારતનો કોઇ બીજો બોલર નથી. ટીમનો અન્ય સ્પીનર યુજવેન્દ્ર ચહલ છઠ્ઠા ક્રમાંકથી 17માં સ્થાન પર છે. જ્યારે ભુવનેશ્વર કુમાર 18માં સ્થાન પર છે.

આ પણ વાંચો : લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો ‘નમો’ પ્રેમ

જો બેટ્સમેનમાં પાકિસ્તાનના બાબર આઝમ આગળ છે. ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા ત્રણ ક્રમાંક આગળ વધ્યા અને કેએલ રાહુલ ત્રણ ક્રમાંક પછડાયા છે. રોહિત 7માં અને રાહુલ 10માં જ્યારે શિખર ધવન 11માં સ્થાન પર છે. ન્યૂઝિલેન્ડ સામેની સીરીઝમાંથી બહાર રહેલા વિરાટ કોહલી 4 ક્રમાંક પછડાઇ ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકાજાની સાથે સંયુક્ત 19માં સ્થાન પર છે.

[yop_poll id=1335]

Click on your DTH Provider to Add TV9 Gujarati