Breaking: Delhi Capitalsનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ, આજની મેચ પર સંકટના વાદળો

|

Apr 20, 2022 | 5:29 PM

Breaking: Delhi Capitals દિલ્હી કેપિટલ્સના 5 સભ્યો પહેલાથી જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને હવે વધુ એક ખેલાડીને કોરોના હોવાનું જાણવા મળ્યું છે. બીસીસીઆઈએ તમામ ખેલાડીઓને હોટલના રૂમમાં રહેવાની સૂચના આપી છે.

Breaking: Delhi Capitalsનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ, આજની મેચ પર સંકટના વાદળો
Delhi Capitalsનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ
Image Credit source: DC Instagram

Follow us on

Delhi Capitals : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 32મી મેચ યોજાશે કે નહીં? આ સવાલ હવે દરેક ચાહકોના મનમાં છે કારણ કે દિલ્હી કેપિટલ્સનો અન્ય એક ખેલાડી કોરોના પોઝિટિવ (covid positive)હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals )નો વધુ એક વિદેશી ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ અને દિલ્હી વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે અને આ મેચના થોડા કલાકો પહેલા જ ખેલાડી Tim Seifertનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બુધવારે બપોરે, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો રૈપિટ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિદેશી ખેલાડીના કોવિડ પોઝિટિવ આવ્યા બાદ BCCIએ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓને હોટલના રૂમમાં બંધ રહેવા માટે કહ્યું છે. BCCI આ ટીમના તમામ ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ કરાવશે. દરેક ખેલાડીઓના રૂમમાં જઈને તેમના સેમ્પલ લેવામાં આવશે. દિલ્હી પ્લેઈંગ ઈલેવનમાં એવા જ ખેલાડીઓને સામેલ કરી શકશે જેમનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

દિલ્હી કેપિટલ્સના 6 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા

તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સના 6 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટને સૌથી પહેલા કોરોના પોઝિટિવ બાદ સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં ટીમના મસાજ નિષ્ણાત અને ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર મિશેલ માર્શને પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની ટીમમાં કોરોનાના હુમલા બાદ BCCIએ આ મેચનું સ્થળ બદલી નાખ્યું છે.

અગાઉ આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં યોજાવાની હતી પરંતુ તેને બ્રેબોર્ન સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે મેચ પહેલા ફરી એકવાર દિલ્હીનો વધુ એક ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યો છે. જો કે, અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ મેચ ચાલુ રહેશે. જે ખેલાડીઓ સ્વસ્થ છે તેઓ મેચ રમવા આવશે.

દિલ્હી અને પંજાબ માટે મહત્વની મેચ

આ મેચ દિલ્હી અને પંજાબ કિંગ્સ માટે મહત્વની છે. ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત બાદ બંને ટીમો પલટાઈ ગઈ છે. પંજાબ કિંગ્સ 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે 7માં નંબર પર છે અને દિલ્હી કેપિટલ્સ 2 જીત અને 3 હાર સાથે તેના ખાતામાં છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે.

 

 આ પણ વાંચો :

Gandhinagar: વડાપ્રધાને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનો શુભારંભ કરાવ્યો, ભારતમાં આયુષ વિઝા શરુ કરવાની જાહેરાત કરી

Published On - 4:43 pm, Wed, 20 April 22

Next Article